• Gujarati News
  • ગાંધીનગર જિલ્લામાં શનિવારે બપોરે 4 વાગ્યાનાં સુમારે ગાંધીનગર, માણસા, દહેગામ

ગાંધીનગર જિલ્લામાં શનિવારે બપોરે 4 વાગ્યાનાં સુમારે ગાંધીનગર, માણસા, દહેગામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં શનિવારે બપોરે 4 વાગ્યાનાં સુમારે ગાંધીનગર, માણસા, દહેગામ તથા કલોલ સહિતનાં વિસ્તારમાં ગાજવીજ તથા પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો. મિની વાવાઝોડાનાં પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થવા સાથે છોલૈયામાં લીંમડાનાં ઝાડ પર વિજળી પડતા ઝાડ તુટી પડ્યુ હતું. જયારે ટાટા ચોકડી તરફ જતા માર્ગ પરનાં રેલ્વે ફાટક પાસે હોર્ડીંગ્સ ધરાશયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જયારે તોફાની પવનના કારણે આંબાના ઝાડ પર લાગેલી કેરીઓ પણ ખરી પડીને જમીન પર વેરાઇ ગઇ હતી. જયારે માણસા તાલુકાનાં રીદ્રોલ ગામે વાવાઝોડાનાં પગલે મકાનના છાપરા ઉજી ગયા હતા. / કલ્પેશભટ્ટ, રાકેશ શુકલ