• Gujarati News
  • જિલ્લા તાલુકા કક્ષાની રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

જિલ્લા-તાલુકા કક્ષાની રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીયકાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય લોક અદાલતનું અયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા. ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાની અદાલતોમાં રાષટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતમાં પક્ષકારો દ્વારા કોર્ટમાં દાખલ કરેલ સમાઘાનપાત્ર કેસોનું તેમજ કોર્ટમાં ગયેલા કેસો જેવા કે, નિગમો, બેન્કો, સેલ્યુલર કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીના કેસોનું સુખદ સમાઘાન થાય તે સારું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંઘીનગર તથા કલોલ, માણસા, દહેગામ અને ગાંઘીનગર તાલુકા કાનૂની સેવા સમિતિની કચેરીનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પ્રિન્સીપાલ ડિસ્‍ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.સી.રાવે જણાવ્યુ હતું. લોક અદાલતમાં પક્ષકારોને કોર્ટ ફી રીફંડ લીગલ સર્વિસ ઓથોરીટી એકટ અન્વયે નિયમ મુજબ મળવાપાત્ર રહેશે.