• Gujarati News
  • કલોલમાં ચિત્ર સ્પર્ધા..

કલોલમાં ચિત્ર સ્પર્ધા..

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ તાલુકાના રણછોડપુરા ગામે આવેલી અમદાવાદ ડેન્ટલ કોલેજ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. અમદાવાદ ડેન્ટલ કોલેજના બાળકોના વિભાગ દ્વારા યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં રણછોડપુરા ગામ તેમજ આજુબાજુના ગામની પ્રાથમિક શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં દરેક બાળકને ચિત્રનો સામાન ટુથ પેસ્ટ તથા ગીફટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ૧૦૦ જેટલા વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. /ધર્મેન્દ્ર જોષી