• Gujarati News
  • કલોલમાં ગરબાની રમઝટ

કલોલમાં ગરબાની રમઝટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલમાં ગરબાની રમઝટ

ગાંધીનગર|પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન વર્ષ કરવામાં આવ્યુ હોવાથી રસ્તા ઉપરનો ટ્રાફિક પણ રાત્રીના સમયે શાંત લાગી રહ્યો છે. મોટાભાગના લાકો પોતપોતાની સાસાયટી અને શેરી મહોલ્લામાં ગરબા ગાઇ રહ્યાં છે. જો કે નાના પાયે યોજાતા ગરબામાં બારે ઝાકઝમાળ દેખાતી નથી. તેમ છતાં મોડી રાત સુધી ખેલૈયાઓ પોતાની વિવિધ સ્ટાઈલમાં ગરબા ગાવાનો સંતોષ માની રહ્યાં છે. સોસાયટીઓ અને શેરીઓમાં પણ કલરફૂલ વસ્ત્રોમાં યુવાન-યુવતીઓ રમઝટ બાલેવી રહી છે.

સમર્પણ કોલેજ ખાતે ફુટબોલ ટુર્નામેન્ટ

ગાંધીનગર|સમર્પણ આર્ટસ અને કોમર્સ કૉલેજ, ગાંધીનગરના યજમાનપદે ગુજરાત યુનીવર્સીટી (દક્ષિણ વિભાગ ) ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન 28 સપ્ટેમ્બર ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેક્ટર - 15 ખાતે કરવામાં આવ્યું હતું.સમગ્ર સ્પર્ધાના અંતે કુલ સત્તર ટીમમાંથી આર્ટસ એન્ડ સાયંસ કોલેજ, ગોધરાની ટીમ ચેમ્પિયન બની હતી અને નવજીવન આર્ટસ કોલેજ, દાહોદની ટીમ રનર્સ-અપનાં સ્થાને રહી હતી.

સ્કુલ ઓફ એચીવર પરીવારના ગરબા

ગાંધીનગર|ગાંધીનગર પાસેનાં સરગાસણ ખાતે આવેલી સ્કુલ ઓફ એચીવર દ્વારા દર વર્ષે કલ્ચરલ ફોરમનાં ગરબા ગ્રાઉન્ડમાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગત રવિવારે સ્કુલ તંત્ર દ્વારા યોજવામાં આવેલા ગરબામાં બાળકો તથા વાલીઓ સહિતનાં સ્કુલ સ્ટાફે મન ભરીને ગરબાની રમઝટ બોલાવી હતી.

અક્ષરધામ ખાતે પ્રવચન માળા ગાંધીનગર| અક્ષરધામ ખાતે આવેલા આર્ષ સંશોધન કેન્દ્ર છેલ્લા ૧૭ વર્ષથી નિયમિતરૂપે ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને જે તેવિષયના વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્ર પર દર ત્રણ માસે પ્રવચનનું આયોજન થાય છે. તાજેતરમાં શાસ્ત્ર વિષયક પ્રવચનમાળા અંતર્ગત આર્ષ અક્ષરધામ દ્વારા ‘ગાંધર્વવેદઃ (ભારતીય સંગીતશાસ્ત્ર) વર્તમાનકાળ સુધીનો કાલાતીત અનુભવ’ ૬૯મી પ્રવચનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના સંગીત પ્રાધ્યાપક મધુરવદનદાસ સ્વામીએ વિષે પ્રવચન કર્યુ હતું. પ્રવચનમાં આશરે ૧૫૦૦ જેટલા શ્રોતાઓએ ભાગ લીધો હતો.

માણસા પંથકમાં નવરાત્રીની ધૂમ

માણસા|નવલા નોરતાની રઢીયાળી રાતોમાં માઇ ભક્તો માતાજીની આરાધનામાં લીન થઇ ગયા છે. જિલ્લાભરનાં અબાલ-વૃધ્ધ સૌ કોઇમાં નવરાત્રીનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે માણસાની શેરીઓમાં બાળકો ભ