કલોલમાં ઠાકોર પરિવારના ઘરમાં 3.82 લાખની ચોરી થઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલમાંઆવેલી રાજધાની ટેનામેન્ટમાં રહેતો ઠાકોર પરિવાર ગોવા ફરવા માટે ગયો હતો. તે દરમિયાન અજાણ્યા તસ્કરો ઘરના દરવાજે લગાવેલુ તાળુ તોડીને પ્રવેશ કરી અંદર કબાટમાં રહેલા રૂ. 3.81.900ના સોના ચાંદીના દાંગીના અને રોકડની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. બનાવની ફરિયાદ કલોલ શહેર પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ 62 વર્ષિય બાબુજી નાગરજી ઠાકોર પરિવાર સાથે બોરીસણા રોડ ઉપર આવેલા રાજધાની ટેનામેન્ટમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે ગત 28 નવેમ્બરના રોજ પરિવારના તમામ સભ્યો ગોવા હરવા ફરવા માટે ગયા હતા. જ્યારે ઘરે કોઇ સભ્ય હતુ. એકલતાનો લાભ લઇ અજાણ્યા તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યુ હતું.

ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના લઇને રફુચક્કર થઇ ગયા હતા. બાબુજીએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, પરિવારના સભ્યો ગોવા ફરવા ગયા હતા. તે દરમિયાન સોસાયટીમાં રહેતા જયંતિભાઇ પટેલે ફોન કરીને કહ્યુ કે તમારા મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ તુટેલી હાલતમાં જોવા મળી રહ્યુ છે.

માણસામાં રહેતી મારી દિકરી વિમળાબેનને ફોન કરીને ઘરે ચોરી થયાની માહિતી આપતા મારી દિકરી ઘરે પહોંચી ગઇ હતી અને ઘરે જઇને જોયુ તો મકાનના દરવાજનુ લોક તુટેલુ હતુ અને તીજોરી થતા લોકર તોડી અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હોવાની માહિતી આપી હતી. ગોવાથી પરત ફર્યા બાદ સોના ચાંદીના દાગીના અને રોડક મળી કુલ રૂ. 3.81.900ની ચોરી અંગેની કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવથી કલોલમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

તસ્કરો સોના ચાંદીના દાગીના લઇને પલાયન

અન્ય સમાચારો પણ છે...