તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં મેઘરાજાનું...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં મેઘરાજાનું...

સિજનના પહેલા વરસાદે કલોલમા હાલાકી સર્જી કલોલનાપરમેશ્વર સોપિંગ સેન્ટર પાસે વરસાદી પાણી ભરાતા વેપારીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. પહેલા વરસાદમાં કાદવ અને કિચડ જોવા મળતો હતો. તો ગ્રાહકોને આવવા જવા માટે પગદંડી પણ જોવા મળતી હતી. ત્યારે વેપારીઓ અને કલોલવાસીઓને હેરાનગતિ સહન કરવી પડતી હતી.

જિલ્લામાંવીજકરંટથી ચાર પથુના મોત

કલોલમાંરખડતા આખલાઓનો આતંક ફેલાઇ ગયો છે. ત્યારે અનેક કલોલવાસીઓ તેનો ભોગ બન્યા છે. કલોલ પાસેના છત્રાલમાં પહેલા વરસાદમાં એક આખલો વીજ થાંભલે અડકી જતા મોતને ભેટ્યો હતો. જ્યારે તાલુકાના પોરની સીમમાં સવારે કાકા ભત્રીજો ગાય ચરાવવા ગયા હતા. તે દરમિયાન ઇશ્વર રબારી અને વિરમ રબારીની એક લાલ અને એક સફેદ ગાય વીજ તારને અડકી જતા મોતને ભેટી હતી. જ્યારે દહેગામના પહાડીયા ગામમાં રહેતા રૂપસિંહ રૂમાલસિંહ ઝાલાના ઘર આગળ બાંધેલી ભેંસ ઉપર જીવંત વીજ તાર પડતા કરંટ લાગવાથી ભેંસનુ મોત થઇ ગયુ હતું.

અનુસંધાન.. પાનાનં-1નું

અન્ય સમાચારો પણ છે...