ધમાસણા ગામે ગત રોજ જીવદયા સેવા સંસ્થા ધમાસણા તેમજ જાયન્ટસ્

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધમાસણા ગામે ગત રોજ જીવદયા સેવા સંસ્થા ધમાસણા તેમજ જાયન્ટસ્ ગૃપ ઓફ ધમાસણા દ્રારા ચકલીઓના માળાનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં ઝાડ પર માળા લગાવવાની પણ કામગીરી હાથ ધરાઇ હતી. જીવદયા સંસ્થાના પોપટલાલ એમ. પટેલના જણાવ્યા પ્રમાણે દાતાઓના સહયોગથી ગામના પાદરે દરરોજ કુતરાઓ માટે રોટલા બનાવી તેનુ વિતરણ કરવામાં આવે છે. તેમજ દર પુનમે ચોખ્ખા ઘીના લાડુ બનાવી વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે લીલો અને સુકો ધાસ ચારો કલોલ પાંજળા પોળમાં પણ મોકલવામાં આવે છે.

ધમાસણામાં માળા વિતરણનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...