તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસાલા પાક માટે સહાયની 306 ખેડૂતની અરજીઓ રદ કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં વિવિધ કાંસ પર 266 નાળા બાંધવામાં આવ્યાં

સાંપા-ઉદણ કેનાલ નહીં વરસાદી પાણીની કાંસ છે

દહેગામતાલુકામાં સાંપા-ઉદણ કેનાલને હરખજીના મુવાડા સુધી લંબાવવા માટેની કાર્યવાહી ક્યા તબક્કે છે, તેવા દહેગામના ધારાસભ્ય કામીનીબા રાઠોડના પ્રશ્નના જવાબમાં રાજ્યના જળસંપતિ મંત્રીએ જણાવ્યું છે કે સાંપા-ઉદણ કેનાલ નથી. પરંતુ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વર્ગકૃત કરવામાં આવેલી કાંસ છે. જેને લંબાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી થયા બાદ કાર્યવાહી થઇ શકે છે.

ગાંધીનગર જિલ્‍લામાં કાંસ મરામત, જાળવણી અને સફાઇ ખર્ચના પ્રશ્નના જવાબમાં જળસંપતિ મંત્રીએ જણાવ્યું છે કે, સિંચાઇની સુવિધાનો વ્‍યાપ વધે તે માટે કાંસની મરામત આવશ્‍યક છે. જેના ભાગરૂપે પ્રતિ વર્ષ કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં સઇજ-હાજીપુર કાંસની મારામત-જાળવણી માટે 8.71 લાખ અને પાનસર-વાવોલ કાંસની મરામત જાળવણી માટે છેલ્લા બે વર્ષમાં 22.50 લાખનો ખર્ચ કરાયો છે. પૂરક માહિતી આપી કે, કલોલ તાલુકામાં 91 નાળાં, ગાંધીનગર તાલુકામાં 130 નાળાં અને દહેગામ તાલુકામાં 45 નાળાનું પ્રજાજનોની અવરજવર માટે નિર્માણ કરાયું છે.

માણસા ન.પા.ના અધૂરા કામથી ચંન્દ્રાસણ તળાવ ભરાયું

જિલ્લામાં 1.86 લાખ LED બલ્બ વેચાયા

ઉજાલાગુજરાત યોજના હેઠળ રાજ્યની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ 26-05-2016થી એલઇડી બલ્બનું વિતરણ શરૂ કરાયું છે. તેમાં ગાંધઈનગર જિલ્લામાં ડિસેમ્બર 2016 સુધીમાં 1, 86, 452 એલઇડી બલ્બનું વેચાણ થયું હોવાનું ઉર્જા મંત્રીએ મણિનગરના ધારાસભ્ય સુરેશભાઇ પટેલના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

માણસા તાલુકામાં 7 ગામના 9 તળાવ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યાં છે. માણસાના ધારાસભ્ય અમિતભાઇ ચૌધરીના પ્રશ્નના જવાબમાં જળસંપતિ મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે માણસામાં આવેલા ચંન્દ્રસણ તળાવમાં પાણી ભરાયા નથી. માણસા નગરપાલિકા દ્વારા તળાવને પાઇપલાઇનથી જોડી દવાયા પછી પણ શિફ્ટિંગની કામગીરી કરાઇ નહીં હોવાથી આમ થયું છે.

બે વર્ષમાં કુદરતી કારણથી ખેડૂતોને 20 લાખથી વધુ નુકશાન

વેલાવાળા શાકભાજીના વાવેતર માટે 226 ખેડૂતને સહાય અપાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો