તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંતેજમાંથી મળેલો કિશોર પોલીસ હવાલે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંતેજ પોલીસે એક અજાણ્યા નેપાળી કિશોર પ્રત્યે દાખવેલી લાગણી અને માનવતાને જોઇ ગ્રામજનો અચંબામાં મુકાઇ ગયા હતાં. જો કે પોલીસે તેની સારવાર કરાવ્યા બાદ કોર્ટના હુકમના આધારે અમદાવાદની મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને તેના વાલી વારસની શોધ હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છે કે કલોલ તાલુકાના સાંતેજમાં બેધ્યાન અવસ્થામાં ફરતા એક અજાણ્યા કિશોરની ઠઠ્ઠા મશ્કરી કરતા ગામના કેટલાક તોફાની બાળકો પરેશાન કરી રહ્યાં હતાં. તે અંગે કોઇએ પોલીસને જાણ કરાતા જમાદાર વસંતભાઇ નેપાળી કિશોરને ગઇ કાલે પેલીસ મથકે લઇ આવ્યા હતાં. જ્યાં તેની પૂછપરછ કરતાં તે માનસિંક રીતે અસ્થવ્યસ્થ હોવાનું જણાયુ હતું. તે ગુજરાતી જાણતો હતો, પરંતુ ભાગ્ય-તૂટ્યુ હિન્દી સમજતો હતો.

તેના આધારે પોલીસે વિગતો મેળવી કે નેપાલના સિતાપુરનો રહીશ છે. 15 વર્ષની ઉંમર ધરાવતો જીવણ માનબહાદૂરના નાના ભાઇનું નામ પંકજ હોવાનું કહેતો હતો. જો કે તે પ્રદેશથી અજાણ હોવાનું અને માનસિંક વિકલાંગ જણાયો હતો. દરમિયાન સાંતેજના જમાદાર વસંતભાઇ સહિતના સ્ટાફે તેને ભોજન કરાવી સ્નાન કરાવ્યુ હતું અને નવા કપડા લાવી પહેરાવ્યા હતાં. તે પછી પોલીસ જીવણને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં આવશ્યક સારવાર અપાવી સર્ટિફિકેટ મેળવેયુ હતું. તેના આધારે સાંતેજ પોલીસે કોર્ટ કાર્યવાહી કરી જીવણને આજે અમદાવદની મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તે પછી તેના વાલી-વારસની શોધ હાથ ધરી હોવાનું સાંતેજ પીઆઇ બી.એન દવેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો