તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • મસાલાપાકમાં ઉત્પાદ્ન વૃદ્ધિ માટે સરકાર દ્વારા દહેગામમાં 501 અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસાલાપાકમાં ઉત્પાદ્ન વૃદ્ધિ માટે સરકાર દ્વારા દહેગામમાં 501 અને

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મસાલાપાકમાં ઉત્પાદ્ન વૃદ્ધિ માટે સરકાર દ્વારા દહેગામમાં 501 અને માણસામાં 2 મળીને 503 લાભાર્થી ખેડૂતને 58.25 લાખ જેટલી રકમની સહાય આપવામાં આવી હોવાનું રાજ્યના કૃષઇ મંત્રીએ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નનાં જવાબમાં જણાવ્યું છે. તેમાં આપેલી માહિતી પ્રમાણે દહેગામ તાલુકામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન 1220 પૈકી 305 ખેડૂતની અરજી નામંજુર કરાઇ હતી. જ્યારે ગાંધીનગર તાલુકામાં તમામ 5 અને માણસા તાલુકામાં તમામ 6 અરજી મંજુર કરાઇ હતી. જ્યારે કલોલ તાલુકામાં 3 પૈકીની 1 અરજી નામંજુર કરાઇ હતી. જ્યારે શાકભાજી પાકના વાવેતરમાં વેલાવાળા પાકના વાવેતરમાં ટ્રેલીઝ મંડપ સહાય તરીકે 226 લાભાર્થીને રૂપિયા 83.39 લાખની સહાય આપવામાં આવી હોવાનું ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અશોકભાઇ પટેલના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

છેલ્લા 2 વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં અતિવૃષ્ટી તથા કુદરતી હોનારતના કારણે માણસા તાલુકામાં 19.33 લાખ અને કલોલ તાલુકામાં 0.91 લાખ રૂપિયાનું નુક્શાન થયાનું અને સંબંધે ખેડૂતોને સહાય ચૂકવી દેવાયાનું કૃષિ મંત્રીએ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો