મોદીનો માસ્ક પહેરાવી ટામેટાનો મારો કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીવિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષી કોંગ્રેસ દ્વારા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરાયા છે. જેના ભાગરૂપે શનિવારે કલોલ ખાતે યોજાયેલાં જનવેદના પંચાયત કાર્યક્રમમાં કોંગ્રેસીઓ આક્રમક બન્યાં હતા અને એક કાર્યકરને પીએમનું માસ્ક પહેરાવી ટામેટાનો મારો ચલાવી રસ્તે દોડાવ્યો હતો. કુતુહલવશ એકત્ર થયેલા લોકો આવુ દ્રશ્ય જોઇને અચંબામાં મુકાઇ ગયા હતાં. કોગ્રેસે પોલીસને ચકમો આપીને કાર્યક્રમને સફળ બનાવી દીધો હતો. તેમના પગેલ ભાજપના નેતાઓ અચંબામાં મુકાઇ ગયા હતાં.

ગાંધીનગર જિલ્લાની વિધાનસભાની 5 બેઠકના વિસ્તારમાં કેન્દ્ર સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતી પંચાયત યોજવા જિલ્લા કોંગ્રેસ મેદાને પડી છે અને તે માટે હાથ ધરેલા આયોજનના ભાગરૂપે 11મી ફેબ્રુઆરે કલોલ ખાતેના ગણેશ પાર્ટી પ્લોટમાં જન વેદના પંચાયતનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીનું માસ્ક પહેરાવેલા એક કાર્યકરને મંચ ઉપર ઉભો કરાયો હતો અને પ્રજાને પડતી હાલાકી સહિતના મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. તેમાં પીએમનું મહોરૂ ધારણ કરનાર વ્યક્તિ કાર્યકરોએ ચલાવેલા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપી શક્યો હતો. તે જોઇને ઉપસ્થિત લોકોએ પણ નાટ્યાત્મક કાર્યક્રમ નિહાળી આનંદ સાથે મોજ માણી હતી. ગણેશ પાર્ટી પ્લોટનો કાર્યક્રમ પુરો થયા પછી ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસ્થેનેથી રેલી યોજાઇ હતી. તેમાં પ્રજાને પડતી હાડમારીનો તાકિદે નિકાલ લાવવા સૂત્રોચ્ચાર કરાયા હતાં. તે ઉપરાંત પોલીસને ચકમો આવી મોદીનું મહોરૂ ધારણ કરાવી એક કાર્યકરને રેલીમાં સામેલ કરી દીધો હતો. તે પછી તેની ઉપર ટામેટાનો મારો ચલાવ્યો હતો. રસ્તા ઉપરથી પસાર થતા લોકો ટામેટા મારવાનું દ્રશ્ય જોઇને અચંબા સાથે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતાં.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં જન વેદના સંમેલનો દ્વારા પ્રજાની વેદનાને વાચા આપી આંદોલન છેડયું છે. તેના ભાગરૂપે આણંદ ખાતે મળેલા રાજ્યસ્તરના જન વેદના સંમેલનમાં ગુજરાતના પ્રભારી ગુરૂદાસ કામત સહિતના નેતાઓએ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો ઉપર જન વેદના સંમેલનો યોજવાની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતી પંચાયત યોજવા ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ મેદાને પડી છે. 11મી ફેબ્રુઆરીએ કલોલ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીની આગેવાની હેઠળ જન વેદના પંચાયતનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. તેમાં એક કાર્યકરને મોદીનું માસ્ક પહેરાવી ટામેટાનો મારો ચલાવવામાં આવ્યો હતો.તસવીર- ધર્મેન્દ્રજોષી.

જનવેદના કાર્યક્રમને જોવા માટે લોકોની ભારે ભીડ જામી

કોંગ્રેસ દ્વારા કલોલમાં જનવેદના કાર્યક્રમ યોજાયો : પોલીસને ચકમો આપી કાર્યક્રમ સફળ બનાવાયો

અન્ય સમાચારો પણ છે...