તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર મેદાને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલનાબલરામ પાર્કના મકાનોમાં જ્વલનશિલ વાયુનું ગળતર થતા કલેક્ટરના આદેશથી સોસાયટીમાં રાંધણગેસ અને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત 3 ફાયર ફાયટર સાથે લાશ્કરો અને પીસીઆર વાન સાથે પોલીસને તહેનાત કરી દેવાઇ છે. ઘરના રૂમની ટાઇલ્સના સાંધા અને તિરાડોમાંથી જ્વલનશિલ વાયુ નિકળી રહ્યો છે. દિવાસળીની કાંડી ચાંપતાં આગ લપકારા મારે છે. ભભૂકી રહેલી ભેદી આગના કારણે સોસાયટીના 35 મકાનના 160થી વધુ રહીશો ભારે ચિંતામાં મુકાયા છે.

સોસાયટી પાસે પેટ્રોલ પંપ

બલરામપાર્ક સોસાયટીના કમ્પાઉન્ડ વોલની પાસે પેટ્રોલ પંપ આવેલો છે.જ્યાં પેટ્રોલ ઉપરાંત ડિઝલ અને ગેસનું વિતરણ થઇ રહ્યું છે. કોઇ સંજોગામાં ત્યાં કોઇ અસામાન્ય ઘટના બનશે તો અમારી હાલત શુ થશે..? તેવો ભય તમામ રહીશોમાં પ્રવર્તે છે.

અમારા બાળકોના અભ્યાસને પણ અસર થઇ છે

^ ઘરમાં સતત ગેસની ગંધ આવી રહી છે. જેથી બાળકો ભણવાનું નામ પણ લેતા નથી. સ્કૂલેથી આવ્યા બાદ હોમવર્ક કરવાના બદલે ચર્ચામાં જોડાઇ રહ્યાં છે. ઘરના સભ્યો કોઇ મુશ્કેલીમાં મુકાવાની દહેશતથી હું સ્કૂલની નોકરીમાં પણ જઇ શકતો નથી. > પ્રિતેશત્રિવેદી

સતત ગંધ સતાવે છે અને બાળકોના આરોગ્યની ચિંતા છે

^ ગેસ લીકેજની ગંધ સતાવી રહી છે. રાત્રે ઘરના બારી-બારણા બંધ કરીને સુઇ શકતા નથી. તેમાંએ બાળકોના સ્વાસ્થને માઠી અસર થવાની દહેશતથી અમે ભારે ચિંતામાં છીએ.> શિલ્પાબહેનપટેલ

કોઇએ વાત સાંભળી, પણ અહેવાલ બાદ તંત્ર દોડી આવ્યું

^ ચાર દિવસથી અમે સંબંધિત કચેરીઓમાં રજૂઆતો કરી હતી. પરંતુ કોઇએ વાતની ગંભીરતા લીધી હતી. ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિધ્ધ થતાની સાથે ઓએનજીસી અને સાબરમતી ગેસ કંપની સહિત કલેક્ટર અને એસપી સહિત સરકારી તંત્ર દોડી આવ્યું. > યોગેશભાઇપટેલ

ઘર આંગણે તુલસીમાતાનો દિવો પણ બંધ કરવો પડ્યો

^ ઘરમાં રસોઇ બનાવતા આગ લાગવાનો ડર લાગી રહ્યો છે. તેના કારણે છેલ્લા 2 દિવસથી ઘર આંગણામાં તુલસી માતાનો દિવો પણ બંધ કરવો પડ્યો છે. હવે તો શું થશે…? > સરલાબેનપુરોહીત

ગેસના કારણે આંખોમાં સતત બળતરા થાય છે

^ આખો દિવસ ઘરમાં રહેવાથી આંખોમાં બળતરા થાય છે. ઘર બંધ કરીને કોઇ સગા-સંબંધીના ઘરે થોડા દિવસ જઇએ તો ઘર બંધ કરવુ પડે અને બંધ ઘરમાં ગેસ ભરાઇ જવાથી કોઇ આગ જેવો બનાવ બને તો ભારે નુકસાન થવાની ચિંતા થઇ રહી છે. > જોલીબેનપટેલ

તંત્ર દોડી આવ્યંુ | ઘરમાંથી જ્વલનશીલ વાયુ નીકળતા 35 મકાનના રહીશો ચિંતામાં

કલોલના બલરામ પાર્કમાં રાંધણગેસ-વીજ પુરવઠો બંધ

અન્ય સમાચારો પણ છે...