તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાડજથી જુગારધામ પકડાયું રૂ.21 લાખના મુદ્દામાલ સાથે 12 ઝડપાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદની હદમાં સંચાલન

ફાર્મ પાસે કારનો કાફલો


અમદાવાદનજીક ભાડજ સર્કલ પાસે સરકારી ખરાબાની જમીનમાં બાવળિયા નીચે ખુલ્લામાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી 12 જુગારીઓને ઝડપી લીધા હતાં અને રોકડ રકમ, 10 વાહનો અને 18 મોબાઇલ મળી કુલ રૂ.20,97,505નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ સામે સાંતેજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સ્ટેટ મોનિટરીંગ સેલે ભાડજ રોડ ઉપર ચાલતા જુગારધામ દરોડો પાડ્યો હતો. ત્યારે ખુલ્લી જગ્યામાં શેતરંજી પાથરીને 30થી વધુ લોકો ટોળુ વળીને બેઠેલા નજરે પડ્યાં હતાં. એકાએક દોડી આવેલી પોલીસને જોઇ ભારે નાસભાગ મચી હતી. ત્યારે પોલીસે દોડધામ કરી 9 જુગારીઓને ઝડપી લીધા હતાં. દસ્ક્રોઇ તાલુકાના લપકામણ ગામના દિલીપભાઇ પટેલ અને કલોલ તાલુકાના વાસદડા ગામના રમણ ઠાકોરે ભેગામળી ભાડજ સર્કલ પાસે જુગારનો અડ્ડો તાજેતરમાં શરૂ કરાયો હતો. તેનું સંચાલન દિલીપ પટેલનો પુત્ર જીગ્નેશ કરતો હતો. બહારથી માણસો બોલાવી બન્ને શખ્સોના મળતિયાઓ મારફતે જુગારધામ ચલાવાતુ હતું. પોલીસે દરોડો પાડ્યો ત્યારે દાવ ઉપર મુકાયેલી રૂ.45,700ની રોકડ અને જુગાર રમવા માટેની પત્તાની 7 કેટ તેમજ શંતરંજી મળી આવી હતી.

અડ્ડાનો કારભાર અમદાવાદની હદમાંથી જીગ્નેશ પટેલ ચલાવતો હતો. અડ્ડો શરૂ કરનારા દિલીપ પટેલનો તે પુત્ર હોવાનું અને પિતાને મદદ કરવા અડ્ડાનું સંચાલન કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે. બહારથી માણસો બોલાવી ભાડજ રિંગ રોડ ઉપરના ગોપી ફાર્મ આગળ વાહનો મુકાવી દેવાતા હતાં. ત્યાંથી જુગારીઓને લઇ જવા ખાસ બાંધેલી રિક્ષા મારફતે અડ્ડા ઉપર લઇ જવાતા હતાં.

અમદાવાદ,મહેસાણા અને કલોલના પકડાયેલા જુગારીઓ

ભાડજપાસેના જુગારધામ ઉપરથી પકડાયેલા આરોપીઓમાં પુનમ જયંતીભાઇ પટેલ (ઉં-40-રહે-લપકામણ, તાલુકો દસ્ક્રોઇ), રમેશ ધર્મેન્દ્રભાઇ પરમાર (ઉં-32-રહે-ડી-404, મોટેરા ગામ, અમદાવાદ), રણજીત રમેશ ઠાકોર (ઉં-24-રહે-બોપલ ઠાકોર વાસ, અમદાવાદ), કિર્તીકુમાર રેવાભાઇ પરમાર (ઉં-46-રહે-ધરતીપાર્ક સોસા, મહેસાણા), પ્રકાશ કનૈયાલાલ પ્રજાપતિ (ઉં-40-રહે-301 ફોરચ્યુન સોસા, કલોલ), સદામ રહિમઅજમેરી (ઉં-24-રહે-જોટાણા, જિ-મહેસાણા), મનોજ જગદીશ વાણંદ (ઉં-38-રહે-વેજલપુર ઔડાના મકાન નં-62), શતીષ નટવર પટેલ (ઉં-39-રહે-રત્નદિપ ટાવર, ઘાટલોડિયા) અને જીગ્નેશ દિલીપ પટેલ (ઉં-31-રહે-ઓગણજ), હર્ષદ નાનજી પટેલ (ઉં-39-રહે-ગોપાલબાગ સોસા, ઘાટલોડિયા), વિક્રમ પટેલ અને સુનિલ પટેલ સહિત 12 શખ્સનો સમાવેશ થાય છે.

જુગાર ધામ ઉપર લઇ જવા જુગારીઓને ભાડજ પાસે ગોપી ફાર્મ આગળ વાહનો મુકાવાતા હતાં. તે પાર્ક કરાયેલી કારનો કાફલો. ધર્મેન્દ્રજોષી.

પૈસા લઇ પ્લાસ્ટીકના કોઇન આપનારા 3 ઝબ્બે

ભાડજપાસે ગોપી ફાર્મ આગળ આગળથી પોલીસે હર્ષદ નાનજી પટેલ (ઉં-39-ગોપાલબાગ સોસા,ઘાટલોડિયા) અને વિક્રમ એમૃતલાલ પટેલ (ઉં-55-ખોડિયાર ફાર્મ, ઓગણજ) પાસેથી પૈસાના કોઇન અપાવી જીગ્નેશ જુગારીઓને રિક્ષામાં બેસાડતો હતો. પોલીસે સ્થળેથી વધુ એક શખ્સ સુનિલ અમૃતલાલ પટેલ (ઉં-27-રહે-વડસર) સાથે ત્રણેયને ઝડપી લીધા હતાં. પૂછતાછમાં તેમણે જણાવ્યું કે તેઓ દિલીપ પટેલ અને રમણ ઠાકોરની સાથે જુગારના ધંધામાં કામ કરે છે અને પૈસાના બદલામાં પ્લાસ્ટીકના કોઇન આપે છે.

વાહનો દૂર મુકાવીને શકુનીઓને રિક્ષામાં જુગારધામે લઇ જવાતા હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો