તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ તાલુકા પંચાયતના હંગામી કર્મીઓનું ધારાસભ્યને આવેદન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલતાલુકા પંચાયતના કર્મચારીઓએ સમાન વેતનની માગણી બુલંદ બનાવી છે. તેની સાથે આક્રમક બની આદોલનનો માર્ગ અપનાવ્યો છે અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવા સૂત્રોચ્ચાર સાથે દેખાવ સહિતના કાર્યક્રમો માટે મક્કમ બન્યા છે. જો કે તેઓ 3 દિવસથી કામથી અળગા થઇ ગયા છે અને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે.

કલોલ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા 11 માસ આધારિત કર્મચારીઓ 15મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેના કારણે કચેરીની કામગીરી ખોટકાઇ રહી છે. કોઇ નિર્ણય લેવાયો હોવાથી શનિવારે આદોલનકારી કર્મચારીઓએ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને આવેદનપત્ર આપ્યુ હતું અને સરકારમાં રજૂઆત કરી તેમને સમાન કામ સાથે સમાન વેતન અપાવવા માટેની રજૂઆત કરવા માગણી કરી હતી.

11 માસ આધારિત કર્મચારીઓ 15મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે અને સરકારમાં રજૂઆત કરી તેમને સમાન કામ સાથે સમાન વેતન અપાવવા માટેની રજૂઆત કરવા માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો