Home » Madhya Gujarat » Mahisagar » Kadana » કડાણાના ભેકોટીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

કડાણાના ભેકોટીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:05 AM

આન, બાન, શાન, સાથે ગૌરવભેર રેલી નીકળી

  • કડાણાના ભેકોટીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
    સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએન) દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીના ભાગરૂપે કડાણાના ભેકોટીયા બાવજી મંદિર ખાતે વિશ્વ આદિવાસી ગૌરવ દિનની આન, બાન, શાન, સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.

    વર્ષ 1994મા ભારતીય કેન્દ્ર સરકારે આદિવાસી દિનની મંજુરી માટે યુએનમાં રજુઆત કરતા 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી 9મી ઓગસ્ટે આદિવાસીઓ ધામધુમથી આદિવાસી દિવસ ઉજવતા આવ્યા છે. જેની ઉજવણીના ભાગરૂપે આદિવાસી વિકાસ મંડળ કડાણા સંતરામપુર દ્વારા ભવ્ય રેલી કઢાઇ હતી. જેમાં ભવ્ય સાંસ્કૃતિક આદિવાસી નૃત્યોની રમઝટ અને સંસ્કૃત્તિની ઝાંખી લોકનજરે જોવા મળી હતી. જેમા પરંપરાગત આદિવાસી વેશભૂષામાં વાજીંત્રો, ઢોલ, નગારા, શરણાઇ, તીરકામઠાં સાથે નાચગાન કરી ભેકોટીયા બાવજીના મંદિરથી રેલી કાઢવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ