તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા ધરોળા શાળાના 200 ઉપરાંત છાત્રોનો જીવના જોખમે અભ્યાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડાણા તાલુકાના મોટા ધરોળા ગામના પ્રાથમિક શાળાના ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ લઈ રહ્યા હોવાનું જોવાઈ રહ્યું છે. ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહી છે તેવું જણાય આવે છે.

ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં પ્રવેશોત્સવના નામે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ત્યારે શાળાઓમાં આપવામાં આવતી પાયાની સુવિધાઓમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું જોવા મળી રહ્યું છે. આવી જ એક શાળા કડાણા તાલુકાના મોટા ધરોળા પ્રાથમીક શાળામાં જ્યાં ઓરડાઓની જર્જરીત હાલતના કારણે બાળકો ભયના માહોલમાં અભ્યાસ કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. મોટા ધરોળા પ્રાથમિક શાળાની સ્થાપના ઈસ. ૧૯૫૬ માં

...અનુ. પાન નં. 2

દરખાસ્ત જિલ્લા કક્ષાએ મોકલી આપી છે
શાળા ત્રણ ઓરડાને પહેલા અને બીજા ઓરડાને હાલ ડિસમેન્ટલ માટે મંજૂરી મળી છે. મેં શાળાના નવીન ઓરડા માટે ત્વરિત કાર્યવાહી કરી દરખાસ્ત જિલ્લા કક્ષાએ મોકલી આપી છે. ભરતભાઈ ખાંટ, આચાર્ય, મોટાધરોળા

અન્ય સમાચારો પણ છે...