તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબાડા - ઝાલોદની શાળામાં પાણીના ટેન્કરો દોડાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લા પંચાયતમાં પંચાયત માર્ગ અને મકાન ફરજ બજાવતા એન.બી વસાવાએ ચાર્જ લેતાની સાથે જીલ્લામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ગરીબ બાળકોના વાલીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે નાના ભૂલકાઓને શિક્ષણમાં તકલીફ પડતી હતી તેવા બાળકોને મદદ કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ અને સોશિયલ મીડિયા થકી શિક્ષણરૂપી મહાઅભિયાન ઉપાડયું હતું. જેમાં જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 350 ગરીબ બાળકોને અત્યાર સુધીમાં નોટ બૂક સહિતની શૈક્ષણિક વસ્તુઓ ઇજનેર દ્વારા પોતાના હસ્તે વિતરણ કરાઇ હતી.સાથે જિલ્લાના ગરબાડાની મોતવા અને ઝાલોદ તાલુકાની કાળી મહુડી મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને પીવાના પાણીની છેલ્લા છ માસથી સમસ્યા હોવાનું જાણવા મળતા કાર્યપાલક ઇજનેર એન.બી વસાવાએ જ્યાં સુધી અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પોતાના ખર્ચે શાળામાં પાણીના ટેન્કરો તાત્કાલિક મોકલીને વૈકલ્પિક વ્યવસ્થા કરીને માનવતાનું કામ કરતાં સમસ્ત જિલ્લા વહીવટી તંત્રમાં આ કામગીરી વખણાતી જોવા મળી હતી.

ગરબાડા અને ઝાલોદ તાલુકાની બે પ્રાથમિક શાળાઓમાં તાત્કાલિક પાણીના ટેન્કરો મોકલીને પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. સરફરાજ ગુડાલા

શૈક્ષણિક વસ્તુઓ વિતરણ કરીશ
દાહોદ જિલ્લામાં જેમ જેમ માહિતી મળી તેમ ગરીબ બાળકોને મદદ કરી છે.તેમજ અત્યાર સુધીમાં કુલ 350 જેટલા બાળકોનો સંપર્ક કરીને નોટબુક સહિતની શૈક્ષણિક વસ્તુઓ આપી છે. આજે નાના ભૂલકાઓને પીવાના પાણીની સમસ્યાની જાણ થતાં ટેન્કરની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. તેમજ હજુ માહિતી મળશે તેમ નોટબુક સહિતની શૈક્ષણિક વસ્તુઓ વિતરણ કરીશ.એન.બી વસાવા , કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ દાહોદ

અન્ય સમાચારો પણ છે...