તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદમાં દબાણાકરો પાલિકાની નોટિસને ઘોળીને પી ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ નગરમાં બાંસવાડા હાઇવે ઉપર કેટલાંક દબાણકર્તાઓને નોટિસો આપવામાં આવી હતી. બે દિવસમાં આ દબાણો દૂર કરવાનું જણાવાયું હતું. જોકે, પાલિકાની નોટિસને સબંધિતો ઘોળીને પી જતાં પરીસ્થિતિ યથાવત જોવા મળી હતી.

ઝાલોદ નગરમાં બસ સ્ટેશનથી લઈને બાંસવાડા હાઇવે પર સરકારી જમીન પર કાચા-પાકા દબાણના કારણે નાના-મોટા અકસ્માતોના બનાવો વધી રહ્યા છે.તેમજ હાઈવેનો રસ્તો પણ સાંકડો બની જતાં પસાર થતાં ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.ત્યારે પાલિકા દ્વારા 2 દિવસમાં સ્વૈછિક દબાણ હટાવવા માટે 17 જેટલા દબાણકારોને નોટિસ ફટકારી હતી.

બાદ આ મામલે દબાણકારો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું. દબાણ હટાવવા માટે આ બાબતે પાલિકા દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં દબાણ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા.દબાણ મામલે તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી હાથ ધરાશે તે જોવું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...