ઝાલોદ પાલિકા દ્વારા હાઇવે પાસેના 70 દબાણો દૂર કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ નગરમાં હાઇવેની બંને બાજુએ સરકારી જમીનમાં કાચા-પાકા દબાણ કરવામાં આવતા પાલિકા દ્વારા નોટિસ ફટકારીને દબાણો દૂર કરવા ચીમકી આપવામાં આવી હતી.

ત્યારે બાદ પણ દબાણકારો દ્વારા દબાણ હટાવવામાં ન આવતા પાલિકા દ્વારા ગુરુવારના દિવસે ટિમ બનાવીને સવાર માંથી બસ સ્ટેશન તાલુકા પંચાયત વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેમાં પાલિકા દ્વારા 70 જેટલા લારી ગલ્લા, કેબિન સહિતન કાચા-પાકા દબાણો હટાવાયા હતા.તંત્ર દ્વારા દબાણ હટાવીને રસ્તો ખુલ્લો કરીને સાફ -સફાઈ કરવામાં આવી હતી.નગરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી લઈને માહોલ પણ ગરમાયો હતો.પરતું શાંતિપૂર્ણ રીતે દબાણ હટાવવાની કામગીરી થતાં તંત્રએ હાશકારો લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, નગરમાં શનિવારના દિવસે સો પ્રથવાર જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની હોવાથી રૂટ પર સર્વે કરીને નગરમાં અંદરના નાના- મોટા દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...