તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Jhalod
  • Jhalod ઝાલોદ નગરમાં સ્વચ્છતા અભિયાન પર ત્રણ ચોકડીએ 15 ભૂલકાઓ દ્વારા નાટક ભજવાયું

ઝાલોદ નગરમાં સ્વચ્છતા અભિયાન પર ત્રણ ચોકડીએ 15 ભૂલકાઓ દ્વારા નાટક ભજવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં દેશ આખામાં ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હેઠળ ગામડાથી લઈને મહાનગર સુધી સરકારના વિભાગો અને સંસ્થાઓ દ્વારા સફાઈનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.ત્યારે ઝાલોદ નગરમાં શનિવારના દિવસે જય દશામાં વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના 15 નાના ભૂલકાઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલી કાઢીને નગરના સંવેદનશીલ ગણાતા ભરચક ઠુંઠીકંકાસિયા ચોકડી, ગામડી ચોકડી એપીએમસી ખાતે અને બસ સ્ટેશન ચોક વિસ્તારમાં સ્વચ્છતાના વિષય પર નાટક ભજવ્યું હતું.જેમાં બાળકો મહાત્મા ગાંધી, ભારત માતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ બજાવીને લોકોને ગામમાં કે શહેરમાં ગંદકી ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.બાળકોના વેશભૂષા અને વિશેષ નાટકથી આગેવાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમજ નગરમાં સૌ પ્રથમવાર યોજાયેલા આ નાટકના કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત લોકોએ ચોકલેટ અને ઈનામ પણ આપ્યા હતા.નગરની ત્રણ ચોકડીઓ પર સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે નાટક બજવાતા મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.

ઝાલોદ નગરમાં જય દશામાં વિદ્યા મંદિર દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ નાટક ભજવાયું હતું. : તસવીર સરફરાજ ગુડાલા

અન્ય સમાચારો પણ છે...