તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવટી વર્ગ પ્રા. શાળામાં કલા મહોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ. મૂનખોસલા અને ધાવડિયા સીઆરસી કક્ષાનો કલા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.શાળામાં પ્રથમ આવેલા 32 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં 24 જેટલા બાળકોની પસંદગી થતાં બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે પેન,પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.હવે આ બાળકો તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ભાગ લેશે. ડાયેટના રાજેશભાઈ મુનિયા, સીઆરસી રાજેશ મુનિયા અને સંદર્ભકુમાર શુકલ ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ જિ. સ્વાગત કાર્યક્રમ 25 ઓકટો. યોજાશે
દાહોદ. જિલ્લાના પ્રજાજનોના, પડતર પ્રશ્નોના નિકાલ માટે માન.મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસે ચોથા ગુરૂવારે કલેકટરના અધ્યક્ષપદે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક અને સેવા વિષયક સિવાયના કામોના નિકાલ સંબંધિત કચેરીમાં ન થતા હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરશે. માહે ઓક્ટોબર-૨૦૧૮ના માસમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૫ ઓક્ટોમ્બર ગુરૂવારના રોજ સવારે ૧૧ વાગ્યે કલેકટર કચેરી ખાતે રાખવામાં આવ્યો છે. ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોની રજુઆત તા.૧૦ ઓક્ટોમ્બર સુધીમાં આપવાની રહેશે.

બ્રહ્મખેડા શાળાની હોકીની ટીમ જિલ્લામાં પ્રથમ
દાહોદ. બ્રહ્મખેડા ગામમાં ઉતારા ફળીયા વર્ગ બ્રહ્મખેડા પ્રાથમિક શાળામાંથી ખેલમહાકુંભ-2018માં તાલુકા કક્ષાએ પ્રથમ આવીને અન્ડર 14 કબ્બડી બોયસ ટીમ જીલ્લા કક્ષાએ રમવા ગઇ હતી. જેમાં આ ટીમ દ્વારા જીલ્લાકક્ષાએ પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે, અને હવે તે રાજ્યકક્ષાએ રમવા જવાની છે, તે જ રીતે આજ શાળામાં અભ્યાસ કરીને ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ અન્ડર 17 કબ્બડી બોયસ ટીમ આ જ શાળા મેદાનમાં પ્રેકટીસ કરીને બ્રહ્મખેડા ગામ વતી તાલુકામાંથી પ્રથમ આવીને તેઓ જીલ્લા કક્ષાએ ભાગ લીધો હતો, જેમનો પણ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. આ બંન્ને ટીમો દ્વારા વરમખેડા ગામનું નામ રોશન કર્યા બાદ હવે દાહોદ જીલ્લાનું નામ રોશન કરવા માટે રાજ્ય કક્ષાએ રમવા જવાની છે. શાળાના આચાર્ય ભાવિકભાઈ પટેલ અને ટીમના કોચ ગોવિંદભાઈ ભૂરીઆ દ્વારા પ્રયત્ન બાળકો માટે કરવામાં આવ્યા છે.

ખજુરી પ્રાયમરી સ્કુલમાં ગાંધી જયંતિ ઉજવાઇ
ખજુરી પ્રાયમરી સ્કૂલમાં 2જી ઓક્ટોબરનારોજ ગાંધી જયંતિની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

દુમાલા વાઘપુરા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
દુમાલા વાઘપુરા ગામે સેવા સેતુ કાર્યકમ યોજાયો હતો. જેમાં કલસ્ટરમાં સમાવેશ થયેલાં દુમાલા વાઘપુરા તેજપોર, કપાટ,નાના સોરવા અને ઉમલ્લા સહિતના ગામલોકોએ લાભ લીધો હતો. જાતિના દાખલા સહિતના પ્રમાણપત્રો તેમજ અન્ય અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો.

ICDS સ્થાપના અને પોષણ મેળાની ઊજવણી
શહેરા. શહેરા ખાતેઆઇસીડીએસ સ્થાપના અને પોષણ મેળા ની ઊજવણી કરવામા આવી હતી.જેમાં જીલ્લા આરોગ્ય શાખાના અધિકારી પી કે શ્રીવાસ્તવ, સીડીપીઓ ભાનુબેન રાઠવા ,તા.પં. પ્રમુખ ઉષાબેન બારીયાના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્મની શરૂઆત કરાઈ હતી. જેમા આંગણવડી કાર્યકર બહેનો દ્રારા બાળ ગીત સાથે નાનાં ભુલકા ઓ એ અનેક સાંસ્ક્રુતિક કાર્યક્મ રજૂ કર્યા હતા.

દાહોદમાં આલા હઝરતના 100માં ઉર્સની ઉજવણી
દાહોદ. દાહોદ શહેરમાં જમાતે રઝાએ મુસ્તઉ કમીટી દ્વારા બરેલી શરીફ (યુ.પી.)માં આવેલા આલાહઝરતના 100માં ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં માહરેરા શરીફના સજાદાનશીન ડો. સૈયદઅમીન મિયા અને બરૈલી શરીફથી પધારનાર છે. ડો. સૈયદ અમીન મીયા એજ્યુકેશન ઉપર મુસ્લિમ સમાજને ધ્યાન આપવા બહુ જ કોશીષ કરે છે. આ પ્રસંગે બહારથી આવેલા મહેમાનોનું રહેવા તથા જમવાની પણ કમીટી તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મુફતી અનવાર અહમદ સાહબ રજવી અને મુફતી અશરફ રજા સાહબ રજવી પણ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમ દાહોદ શહેરના લુહારવાડા વિસ્તારમાં યોજાનાર છે.

કાલોલ કુમારશાળામાં ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા
ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે કાલોલ કુમારશાળામાં ગાંધીજીના વિવિધ વિષયો ઉપર ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને કાલોલ કુમાર શાળા સ્ટાફ અને આચાર્યના સહયોગ થી ઉજવણી કરી હતી

મહીસાગર જિલ્લામાં વ્યસન મુક્તિના પ્રચાર પ્રસાર માટે સંમેલન યોજવામાં આવ્યું
લુણાવાડા : ગુજરાતને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે નશાબંધી સપ્તાહ ઉજવણી-૨૦૧૮ અંતર્ગત મહીસાગર જિલ્લામાં નશાબંધી જાગૃકતા અંગે વિવિધ પ્રચાર પ્રસાર કાર્યક્રમો તેમજ લોક જાગૃતિ માટે શિબીર સંમેલનો, રેલી સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. મહીસાગર જિલ્લા નશાબંધી સમીતીના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર અને સભ્ય સચિવ જિલ્લા નશાબંધી સમિતિ અને અધિક્ષકના માર્ગદર્શનમાં સામાજીક કાર્યકરો સેવાભાવી સંસ્થાઓ અને ધાર્મીક સંસ્થાઓના વડાઓના સાથ સહકાર સાથે નશામુક્ત ગુજરાત અને નશામુક્ત મહીસાગર બને તેવા આશયથી જુદી જુદી શૈક્ષણીક સંસ્થાઓ તથા સરકારી કચેરીઓના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી નશાબંધી સપ્તાહની ઉજવણી થઇ રહી છે.

આરોગ્ય કર્મીઓનો એક દિવસીય પરિસંવાદ
ગુણવત્તા સભર આરોગ્‍ય સુવિધાઓની ઉપલબ્ધિ હેતુ જિલ્‍લા-તાલુકાના તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મીઓનો 1 દિવસીય પરિસંવાદ યોજાયો.

હાંસોટના આંકલવામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
હાંસોટ તાલુકાના આંકલવા ગામની શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાોઅોમાંથી આવેલી 45 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલે પ્રદર્શનની મુલાકાત લઇ બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતાં.

ઘોઘંબા ગુજરાતિ શાળા માં વક્રૃત્વસ્પર્ધા યોજાઇ
ઘોઘંબા. ગુજરાતી પ્રાથમીક શાળા માં ગાધી જયંતી નીમીત્તે સવારે પ્રભાતફેરી યોજવા મા આવી હતી તે ઉપરાત્ ગરબા રાસ રમાડવા મા આવ્યા ઉપરાન્ત કવીતા ઓ નાટક ઉપરાત જ્ઞાન ગમ્મત પીરસવા મા આવ્યુ હતુ શાળા ના આચાર્ય પીયુષભાઇ પટેલ દ્વારા ગાધીજી ના વીચારો રજુ કરવામાં આવ્યા હતા શાળા સમારોહ મા મામલતદાર તલાટી તથા સરપંચ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

મરાઠી સેકન્ડરી શાળામાં સેમીનાર યોજાયો
સિડબી અને સી.એસ.સી. તેમજ દાહોદ ચાણક્ય કન્સલ્ટન્સીના સંયુક્ત ઉપક્રમે દાહોદમાં મરાઠી સેકન્ડરી સ્કૂલ ખાતે આજરોજ ઉધ્યોગ સાહસિકતા ઉધ્યમ અભિલાષા ઉદ્યમ જાગૃતિ અભિયાન અંતર્ગત 5 દિવસીય સેમિનારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સિડબી (નાના ઉદ્યોગો ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા)ના આસિસ્ટન્ટ મેનેજર સિધાર્થભાઇ તથા દાહોદ સીએસસી ઇ-ગર્વન્સ સર્વિસ ઇન્ડિયામાંથી ડિસ્ટ્રિક્ટ મેનેજર કમલેશ ગણાવા, તુષાર મિશ્રા તેમજ સીએસસી દાહોદના કંચનસિંહ પટેલ, સ્વેતાંગ શર્મા, મહેન્દ્ર ભાભોર, પી.જે.બારીઆ, વિણાબેન બિલવાળ હાજર રહી ઉદ્યોગ જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

કાલોલ કુમારશાળામાં ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા
ઘોઘંબા ગુજરાતિ શાળા માં વક્રૃત્વસ્પર્ધા યોજાઇ
દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં રાષ્ટ્રીય ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેલ મહાકુંભમાં યોગાસનમાં મેળવી સિદ્ધિ
રાજ્ય સરકાર આયોજિત ખેલ મહાકુંભ 2018 માં જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓ મિત પટેલ, રોહન પટેલ, વરૂણ વસાવા, હર્ષ પટેલ યોગાસન સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પ્રથમ આવ્યા હતા.

શહેરાના સદનપુર પ્રાઇશાળામાં સ્વાઇન ફલુ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વિનામૂલ્યે શાળાના શિક્ષક અરવીંદભાઇ પંચાલ તરફથી કરવામાં આવ્યુ હતુ જેમાં શાળાના બાળકોલ આંગણવાડીના બાળકો તથા ગ્રામજનોએ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો

ઝાલોદમાં પુંજા ભીલની જન્મ જયંતીની ઉજવણી
ઝાલોદ. ઝાલોદમાં રાજા પુંજા ભીલની જન્મ જયંતીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે આદિવાસી પરિવારના સભ્યો, આગેવાનો દ્વારા સ્વર્ણિમ સર્કલ પર આવેલી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રતિમા પાસે રાજા પુંજા ભીલની છબીને ફૂલહાર ચડાવીને આદિવાસી મહાન ક્રાંતિકારીના જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં આદિવાસી પરિવાર, આદિવાસી સમાજ સહિત આગેવાનો જોડાયા હતા.

ખો-ખોની સ્પર્ધામાં 600 ખેલાડીઓએ ભાગ લીધો
લીમડી. ઝાલોદ તાલુકાના લીમડી ગામે ધી ન્યુ એચીવર સ્કૂલ ઑફ સાયન્સ,લીમડી ખાતે ખેલમહાકુંભ-૨૦૧૮ની ઝાલોદ તાલુકાની ખો-ખોની સ્પર્ધા રમાઈ હતી. તાલુકાની 50થી વધુ ટીમોનાં 600 થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અન્ડર-14, અન્ડર -17 અને ઓપન કેટેગરીની ખો-ખોની સ્પર્ધામાં ખેલાડીઓ ઉપરાંત તેમનાં ટીમ મેનેજર, આચાર્યો તથા તાલુકામાંથી યજમાન શાળા દ્વારા આમંત્રિત નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતાં.

શેઠ પી ટી આટૅસ એન્ડ સાયન્સ કોલેજનુ ગૌરવ
ગોધરાની શેઠ પી ટી આટૅસ એન્ડ સાયન્સ કોલેજના TYBscમા અભ્યાસ કરતો ભાગૅવ ઠાકોર NSS વિભાગ દ્વારા નેશનલ લેવલની એડવેન્ચર ટ્રેકીંગ કેમ્પમા પસંદગી થતા તા.૨૨ સપ્ટેમ્બર થી તા.૧ ઓક્ટોબર સુધી હિમાચલ પ્રદેશમા ભાગ લીધો હતો આ સિદ્ધિ બદલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, કોલેજ તથા સમાજનુ ગૌરવ વધાર્યું હતું.તે બદલ કોલેજ પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામા આવી હતી.

નશાબંધી સપ્તાહનું ઉદઘાટન કરાયું
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર દાહોદ અને નશાબંધી અને આબકારી ખાતુ દાહોદ દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ અને નશાબંધી સપ્તાહના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ તાલુકા કહાન ગામે ગામના યુવાનોએ સફાઈ અભિયાનનું આયોજન કર્યું
ભરૂચ તાલુકાના કહાન ગામના યુવાનો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અનુલક્ષીને ગામને સ્વચ્છ બનાવવા શ્રમદાન કરતુ સફાઈ અભિયાન યોજાવામાં આવ્યું હતું. ગામના ઉસ્માન શેઠીયા, હારૂન વાજા, ઈદ્રીશભાઈ, મહેબૂબ કાભાઈ સહીત યુવાનો દ્વારા ગામના વિવિધ વિસ્તારો સફાઈ કરી અંદાજિત 200 કિલો ઉપરાંત કચરો એકત્ર કર્યો હતો. અને ગ્રામજનો સ્વચ્છતા રાખવા માટે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...