તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Jhalod
  • 15 દિવસથી વીજળીના ભારે ધાંધિયાથી રોષ : હાલ મોટરથી પાણી લે છે

15 દિવસથી વીજળીના ભારે ધાંધિયાથી રોષ : હાલ મોટરથી પાણી લે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજેલી તાલુકાનાં હિરોલા ગામના સાત જેટલા ફળિયામાં છેલ્લા પંદર દિવસથી વીજળીના ધાંધીયાથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.હાલમાં તાલુકામાં કેટલાય સમયથી વરસાદ ખેંચતા ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા હતા.પાકને પાણી આપવા માટે કૂવા પર મોટર મૂકીને ખેડૂતો પાકને બચાવી રહ્યા છે.

ત્યારે હિરોલા ગામમાં સાત ફળિયાના 100 જેટલા ખેડૂતોને એમજીવીસીએલ દ્વારા અનિયમિત વીજળી આપવામાં આવતા મકાઇ , ડાંગર સહિતના પાકો પાણી વિના બગડી રહ્યા છે.આ મામલે એમજીવીસીએલ વિભાગના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો હતો.એકબાજુ વરસાદ ખેંચાયો છે ત્યારે બીજું બાજુ વીજળીના ધાંધિયાથી ખેડૂતોની ચિંતામાં વધારો નોધાયેલો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...