ઝાલોદ પાસે વર્ષ પહેલા બનેલા બાયપાસને તોડીને મરામત શરૂ

હાઇવે પર ખાડાઓ-રસ્તો બેસી ગયો હાઇવે વિભાગ એક્શનમાં આવી ગયું

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Jhalod - ઝાલોદ પાસે વર્ષ પહેલા બનેલા બાયપાસને તોડીને મરામત શરૂ
ઝાલોદ તાલુકા માંથી દાહોદ-બાંસવાડા નવીન બાયપાસ નેશનલ હાઇવે એક વર્ષ પહેલા કરોડો રૂપિયાને ખર્ચે બનાવવામાં આવ્યો હતો.થોડા માસમાં જ હાઈવેનો રસ્તો તૂટવા સાથે ખાડાઓ પડી ગયા હતા.અને કેટલીક જગ્યાએ રસ્તો બેસી જતાં બાયપાસ હાઇવે જોખમી સાબિત થયો હતો.જેમાં ખાડાઓના કારણે રાત્રિ દરમિયાન નાના-મોટા અકસ્માતોના બનાવોમાં વધારો નોધાતા ચાલકોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો હતો.તેમજ છેલ્લા એક માસમાં બાયપાસ હાઇવે પર ત્રણના ઘટના સ્થળ પર જ મોત નિપજતા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા જવાબદાર નેશનલ હાઇવે વિભાગને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો હતો.આ ગંભીર સમસ્યા બાબતે દિવ્ય ભાસ્કર દૈનિકમાં સમાચાર પ્રકાશિત કરવામાં આવતા નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓ દોડી આવીને રસ્તાની મુલાકાત લઈને તપાસ કરી હતી.અને જ્યાં ખાડાઓ અને રસ્તો બેસી ગયો હતો.ત્યાં રસ્તો તોડીને ફરી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

X
Jhalod - ઝાલોદ પાસે વર્ષ પહેલા બનેલા બાયપાસને તોડીને મરામત શરૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App