• Home
  • Madhya Gujarat
  • Dahod District
  • Jhalod
  • Jhalod - ઝાલોદમાં પ્રદેશ કોંગ્રેસનાં ટ્રેનરો દ્વારા જન મિત્ર શિબિરમાં તાલીમ અપાઈ

ઝાલોદમાં પ્રદેશ કોંગ્રેસનાં ટ્રેનરો દ્વારા જન મિત્ર શિબિરમાં તાલીમ અપાઈ

ધારાસભ્ય-પૂર્વ સાંસદ હાજર રહ્યાં તાલુકા-પાલિકા સભ્યોને માહિતી અપાઈ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Jhalod - ઝાલોદમાં પ્રદેશ કોંગ્રેસનાં ટ્રેનરો દ્વારા જન મિત્ર શિબિરમાં તાલીમ અપાઈ
ઝાલોદ નગરમાં શનિવારના દિવસે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન મિત્ર શિબિરનું આઓજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રદેશ માંથી ટ્રેનરો દ્વારા જન મિત્ર અભિયાન વિશે સમજ પૂરી પાડવામાં આવી હતી.તાલુકામાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો હતો.શિબિરમાં તાલુકા અને પાલિકાના સભ્યોને જન મિત્ર અભિયાન અંગે માહિતગાર કર્યા હતા.તેમજ લોકસભાની ચૂંટણી અને વિવિધ કોંગ્રેસનાં અભિયાનનોને લઈને ઝાલોદ તાલુકામાં પ્રદેશ માંથી અનેક નેતાઓની અવર-જવર જોવા મળી હતી.જન મિત્ર શિબિરમાં જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ કિરીટ પટેલ,ડો.પ્રભાબેન તવિયાડ, ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમરસિંહ માવી, ધારાસભ્ય ભાવેશ કટારા, પૂર્વ ધારાસભ્ય ડો.મિતેશ ગરાસિયા લઘુમતી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
Jhalod - ઝાલોદમાં પ્રદેશ કોંગ્રેસનાં ટ્રેનરો દ્વારા જન મિત્ર શિબિરમાં તાલીમ અપાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App