• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Jhalod
  • ઝાલોદ તા.માં કરોડોનો હાઇવે બનાવાયો પણ માછણ બ્રિજ પહોળો ન કરાયો

ઝાલોદ તા.માં કરોડોનો હાઇવે બનાવાયો પણ માછણ બ્રિજ પહોળો ન કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન ગણાતા માછણનાળા ડેમ પર 1983ની સાલમાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો.જવાબદાર વિભાગ દ્વારા બ્રિજની દર વર્ષે મરામત કરીને સંતોષ માણવામાં આવી રહ્યો છે.પરંતુ પહોળો કરવાની કોઈ કાર્યવાહી કરાતી નથી.આ બ્રિજ એટલો સાંકડો છે કે ઘણીવાર તો સામસામે બે વાહનો પસાર થવામાં પણ ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તેમજ આ બ્રિજ પર ભૂતકાળમાં અકસ્માતોના મોટા બનાવો બની ચૂક્યા છે.ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા વિભાગ દ્વારા દાહોદ-બાંસવાડા બાયપાસ નેશનલ હાઇવે કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.પરતું સર્વે કરનારા જવાબદાર વિભાગના અધિકારીઓ દ્વારા માછણનાળા બ્રિજ તરફ ધ્યાન ન આપતા પસાર થતાં ચાલકોને મુશ્કેલી પડે છે.

માછણનાળા બ્રિજને હાલમાં હાઇવે વિભાગ દ્વારા મરામત કરવામાં આવી રહ્યો છે.પહોળો કરવાની કાર્યવાહી કેમ કરીને કરાતી નથી.સરફરાજ ગુડાલા

અન્ય સમાચારો પણ છે...