• Gujarati News
  • National
  • કાર્યક્રમ | 108 આશ્રમશાળાઓનું આદિવાસી વિસ્તારમાં નવીનકરણ કરવા માટેનો સંકલ્પ : 5 થી વઘુ આશ્રમશાળામા

કાર્યક્રમ | 108 આશ્રમશાળાઓનું આદિવાસી વિસ્તારમાં નવીનકરણ કરવા માટેનો સંકલ્પ : 5 થી વઘુ આશ્રમશાળામાં કામગીરી ચાલુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાંબુઘોડાતાલુકા સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ઘરાવતા ચાલવાડ ખાતે આવેલી પ્રાથમિક શાળાના બાળકોની પ્રેરણા ટ્રસ્ટ્ર સંચાલિત મોહન આશ્રામ શાળામાં અંદાજીત 25 લાખથી વઘુ ખર્ચે સુરત માનવતાની મહેક સેવા મંડળ દ્વારા માતૃશ્રી કાશીબા ગોટી ટ્રસ્ટ્રના સહયોગથી તૈયાર થનાર નવીન છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્વામી માર્ગીયસ્મિતની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું.

જાંબુઘોડા તાલુકા સ્થિત ચેલાવાડ ખાતે આવેલ પ્રાથમિક વિભાગના બાળકો માટેની મોહન આશ્રમશાળામાં સુરતના માનવતાની મહેક સેવા મંડળ દ્રારા સુરતની માતૃશ્રી કાશીબા હરીભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ્ર ના સહયોગ થી અંદાજીત 25 લાખથી વઘુના ખર્ચૈ નિમાર્ણ પામનાર સંપૂર્ણ સુવિધાયુકત બે મજલી છાત્રાલય નું ખાતમુહર્ત ટ્રસટ્રના ટ્રસ્ટ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં આશ્રમશાળાના ટ્રસ્ટ્રીઓ સહિત અત્રે આદવાસી બાળકોને અધતન છાત્રાલય ની સુવિઘા મળે તે માટે માધ્યમ બનનાર વડોદરાના સેવાભાવી માર્ગીયસ્મિત સ્વામી સહિત ગામના સંરપંચ ને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

માનવતાની મહેક સેવા મંડળના ટ્રસ્ટ્રીઓના જણાવ્યા અનુસાર સુરતની સેવાભાવી મંડળોના સહયોગથી આદિવાસી વિસ્તારમાં બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ અને ઉથ્થાન માટે 108 આશ્રમ શાળાઓનું નવીનકરણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તે પૈકી 24 જેટલી આશ્રમશાળાઓમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત 5 થી વઘુ આશ્રમ શાળામાં કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું.

જાંબુઘોડાના ચેલાવાડ ખાતે નવીન આશ્રમશાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે તસવીરમાં નજરે પડે છે. તસવીરકલ્પેશ પંચોલી

ચેલાવાડા ખાતે નવીન આશ્રમશાળાનું ખાતમુહૂર્ત

અન્ય સમાચારો પણ છે...