તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જોટવડ ગામ પાસેથી કતલે જતાં 4 મુંગા પશુઓને બચાવાયા

જોટવડ ગામ પાસેથી કતલે જતાં 4 મુંગા પશુઓને બચાવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાંબુઘોડાનાજોટવડ ગામ પાસે કતલ કરવાના ઇરાદે ગાડીમાં ચાર મુંગા પશુઓ લઇને જતાં બે ઇસમો પોલીસના હાથ ઝડપાઇ ગયા હતા. પશુ તથા ગાડી મળી કુલ રૂ.79નો મુદામાલ જપ્ત કર્યો હતો.

જોટવડ ગામ પાસે ઇન્ડીકામાં કતલ કરવાના ઇરાદે પશુઓને લઇને જવાના છે. તેવી બાતમીના આઘારે જાંબુઘોડા પીએસઆઇ ચૌધરી તથા પોલીસ સ્ટાફે વોંચ ગોઠવી હતી. પોલીસે ગાડીમાંથી અલ્તાફ દિવાન રહે.ખેડાફળીયા, વેજલપુર તેમજ અશરફ ભોળા રહે.નાના મહોલ્લા હોળી ચકલા પોલીસના હાથે ઝડપાઇ ગયા. જયારે સાજન અહેમદ રહે. નાના મહોલ્લા વેજલપુર નાસી જવામાં સફળ થયો હતો. પોલીસે ઇન્ડીકા ગાડીમાં તપાસ કરતાં બળદ તથા 3 નંગ વાછરડાને ક્રુરતા પુર્વક દોરડાબાંઘીને પાણી કે ઘાસચારાની સગવડ વગર કતલ કરવાના ઇરાદે કતલખાંને લઇને જતાં હતા. પોલીસે 4 મુંગા પશુ 28 હજાર, ઇન્ડીકા 50 હજાર તથા 1 મોબાઇલ મળી કુલ 79 હજારના મુદ્દામાલ કબજે કરીને ત્રણ વિરુદ્ર જાંબુઘોડા પોલીસ મથકે ગુનો નોઘ્યો હતો.

પશુ, ગાડી તથા 2 મળી 79 હજારના મુદ્દામાલ કબજે

બે ઇસમો તથા ફરાર સામે ગુનો દાખલ કરાયો

અન્ય સમાચારો પણ છે...