તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરી ઓપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરજિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂટણીઓ માટે વહીવટી તંત્રે તૈયારીઓ શરુ કરી દીધી છે. મતદાન પેટીઓને રંગ કામ અને તંત્રને કામે લગાડી આગામી સમય માં યોજાનાર ચૂટણીઓ માટે યોજાતી કવાયતે જિલ્લા વાસીઓનુ ધ્યાન કેંદ્રિત કર્યુ છે.

છોટાઉદેપુર જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂટણીઓ માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. તો વહીવટી તંત્રે મતપેટીઓને રંગ કામ કરાવી ચૂટણી પહેલાની તૈયારીઓ શરુ કરી દીધી છે. પાંચ વર્ષ સુધી ગામના જે આગેવાનોને ચૂંટીને વહીવટ સોંપ્યો હતો તેમણે છોડેલી માઠી અસરોનો હિસાબ પણ ચૂટણીઓમાં કરવા કેટલાંક ઠેકાણે આગેવાનો તૈયારીઓ કરી રહ્યા છે.

ગામડાઓમાં ચૂટણી પણ પર્વ જેવી ઉજવણી રુપ બની જાય છે. ચૂંટણીઓની ગરમી રાજકીય સળવળાટ વધારી દેતી હોઇ સહકારી અને પક્ષિય કાર્યકરો પણ તેમાં કાઠુ કાઢવા અને મનપસંદ ઉમેદવારને આગળ લાવવા અને મદદ કરવા મેદાનમાં ઉતરી પડે છે.

પાંચ વર્ષ દરમ્યાન ઉભા થયેલા ઝઘડાઓનો હિસાબ પણ ચૂટણીઓમાં સરભર કરવા નાગરિક સમુદાય અને આગેવાનો સક્રિય થતા હોઇ અત્યારે ચાલતી તૈયારીઓ થી શિયાળાની ઠડી મા પણ રાજકિય વાતાવરણમાં ગરમી આવી રહી છે.પંચાયત ચૂટણી માટે હાલ માં સભ્યો અને સરપંચ પદ ની અનામત-બિન અનામત બેઠકો માટે જાહેરનામુ બહાર પડી ગયુ છે.

ક્યાક વોર્ડ રચના બદલાઇ છે તો રોટેશન પધ્ધતિ થી કેટલેક ઠેકાણે સરપંચ પદ અનામત-બિન અનામત ની સ્થિતિ બદલાઇ છે.જેને લીધે સંખ્યાબંધ સ્થળૉ પર આગેવાનો ઉહાપોહ મચાવી રહ્યા છે.કેટલેક ઠેકાણે રાજકિય મથામણ ને અંતે પ્રિય ઉમેદવાર ને ફાયદો પહોચાડવા તો ક્યાંક વિરોધીઓને કદ પ્રમાણે વેતરી નાંખવાના પેંતરા રુપે ફેરફારો કરાયા ના પણ આક્ષેપો થઇ રહ્યા છે. ચૂટણીઓ માટે ની તૈયારીઓ તો ક્યારનીયે શરુ થઇ ગઇ છે.પરંતુ નોટબંધી ની અસરો ને લીધે સરકાર અને ચૂટણી પંચ તરફથી ચૂટણીઓ ને પ્રભાવિત કરાઇ રહ્યાનુ પણ ચર્ચાઇ રહ્યુ છે.હાલ ચૂટણી પંચ કે અન્ય તંત્રો ની સક્રિયતા અને તૈયારીઓ કેટલા પ્રમાણ માં છે તની ખબર નથી પણ મતપેટીઓને રંગ કામ કરાવી પંચાયત ની ચૂટણીઓ ની સ્થાનિક તંત્રેતો તૈયારીઓ આરંભી દીધી છે.

છોટાઉદેપુર જિ.માં ગ્રા. પં.ની ચૂંટણીઓ માટે તંત્રની તૈયારીઓ શરુ

હાલમાં સભ્યો અને સરપંચ પદની અનામત-બિન અનામત બેઠકો માટે જાહેરનામુ બહાર પડી ગયું છે

અન્ય સમાચારો પણ છે...