• Gujarati News
  • National
  • ખાંડીવાવ પાસેથી 1.22 લાખનો દારુ ઝડપાયો

ખાંડીવાવ પાસેથી 1.22 લાખનો દારુ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાંબુઘોડાતાલુકાના ખાંડીવાવ ગામે રોડ ઉપરથી પોલીસે એક મેકસ માર્સલ ગાડી પસાર થવાની છે. જેવી બાતમીના આધારે પોસઇ વી.એમ. ચૌધરી તથા સ્ટાફના માણસો ખાંડીવાવ ગામે ડુમા જવાના રોડ પાસેથી એક માર્સલ ગાડીમાં વિદેશી બનાવટના દારુની 750 મીલીની પ્લાસ્ટીકની બોટલો નંગ 408 કિ.ર.1,22,400 તથા મેકસ માર્સલ ગાડી કિ.રૂ.1.50 લાખ તથા પાકીટમાંથી રૂ.100, ડ્રાઇવીંગ લાયસન્સ તથા ગુજરાત મોટર ગેરેજનું બીલ મળી કુલ રૂ.2,72,500નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે ગાડીનો ચાલક અને અંદર બેઠેલ અન્ય બુટલેગર પોલીસને જોઇ નાસી જવામાં સફળ રહયો હતા. પોલીસે વિદેશીદારુની હેરાફેરી કરતા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બુટલેગર અને ચાલક ફરાર થયા

2.72 લાખનો મુદામાલ જપ્ત

અન્ય સમાચારો પણ છે...