તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઘોઘંબામાં એક સપ્તાહમાં 420 બકરાનું વેચાણ થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોઘંબામાં એક સપ્તાહમાં 420 બકરાનું વેચાણ થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘોઘંબાનાખેતીવાડી ઉત્પન્ન બજારમાં ભરાતા હાટ બજારમાં 4 સપ્ટેમ્બરે 240 નંગ અને તા. 11 સપ્ટેમ્બરે 180 મળી માત્ર એક અઢવાડીયામાં 420 બકરાનું કાયદેસરનું વેચાણ થાય છે.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે બકરી ઇદને લઇને ઘોઘંબા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજારમાં ભરાતા હાટ બજારમાં તા. 4 સપ્ટેમ્બરે 240 નંગ અને તા. 11 સપ્ટેમ્બરે 180 નંગ બકરાનું વેચાણ થયાનું એપીએમસી સુત્રો જણાવે છે. ઉપરાંત જાહેર રોડ ઉપર પણ બકરાનું વેચાણ થયુ હોય છે.ઘોઘંબા પશુ બજારમાં જાંબુઘોડાના જેસીંગભાઇ પરમારનાઓ બે બકરા લઇને વેચાણ કરવા આવ્યા હતા.

તેઓના બકરાની ઉમર 18 માસની હતી. તેનું વજન આશરે 40 કિલો હતું. તેઓએ રૂપિયા 40 હજાર એક બકરાની કિંમત મુકી હતી. ખરીદનાર દ્વારા 30 હજાર માંગણી કરી 60 હજારમાં બે બકરા આપવાનું જણાવ્યુ હતું. પરંતુ જેશીંગભાઇ રૂપિયા 40 હજારથી ઓછી કિંમતે બકરા વેચવાની ના પાડી દીધી હતી. ઘોઘંબા તાલુકાનું હાટ બજાર સમગ્ર જિલ્લાનું સૌથી મોટુ બજાર છે.

ઘોઘંબાનું બજાર જિલ્લાનું મોટુ માર્કેટ

ઇદ પુર્વે ખરીદી માટે લોકોની ભીડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો