તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નિવાસી શાળાના નવિન શૈક્ષણિક સંકુલનું લોકાપર્ણ

નિવાસી શાળાના નવિન શૈક્ષણિક સંકુલનું લોકાપર્ણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શૈક્ષણિક સંકુલ તથા બિલ્ડિંગનું લોકાપર્ણ

દિવડાકોલોનીમાં એકલવ્ય મોડેલ સ્કુલનું લોકાપર્ણ

દિવડાકોલોનીખાતે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ તથા કડાણા તાલુકાના નવા બિલ્ડીંગનું લોકાપર્ણ ગુરુવારે કર્યુ હતુ.

સરકાર દ્વારા આદિવાસી જાતિના બાળકોને શિક્ષણ વિના મૂલ્યે પુરો પાડવાના આશય સાથે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલનું લોકોપર્ણ મંત્રીઓના હસ્તે કર્યુ છે. રાજયના આદિજાતી બાબતોનું મંત્રાલય, ભારત સરકારના સાંસદ જશવંતસિંહ ભાભોર તથા મંત્રી આદિજાતી વિકાસ મંત્રી અને પ્રવાસનના ગણપત વસાવા, કુબેરભાઇ ડીંડોર, ગુજરાત રાજયના વન વિભાગના ચેરમેન તથા આદિજાતીના ડાયરેકટર ભારત સરકારની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાલ દિવડાકોલોની ખાતે બનાવેલ અદ્યતન મકાન સરકાર દ્વારા 13.41 કરોડના જંગી ખર્ચે બનાવાવમાં આવેલ છે. જેમાં આદિજાતી કક્ષાના બાળકો અભ્યાસ કરેછે. હાલ શાળામાં ધો.5 થી 10 સુધીનો અભ્યાસનાં વર્ગો ચાલે છે. જેમાં કુલ મળીને 273 જેટલા બાળકો અભ્યાસ કરે છે. નવીન મકાનનું લોકાપર્ણમાં જશવંતસિંહ ભાભોર દ્વારા શિક્ષણ અને તેની જરુરિયાતો વિશે માહિતી પુરી પાડી હતી. જયારે મંત્રી ગણપત વસાવા દ્વારા વિવિધ નવી શાળાઓ ખોલવાના લક્ષ્યાંકની સમજુતી આપી હતી.

કેન્દ્રિય આદિજાતી મંત્રી ભાભોરના હસ્તે પ્રારંભ

નારૂકોટ ગામે કન્યા સાક્ષરતા શાળા ખાતે

નારૂકોટ શાળાના નવિન નિવાસી શૈક્ષણિક સંકુલનો લોકાપર્ણ કરાયુ હતું. કલ્પેશપંચોલી

દિવડાકોલોની ખાતે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલનું લોકાપર્ણ કર્યુ હતુ. શૈલેન્દ્રપુવાર

અન્ય સમાચારો પણ છે...