• Gujarati News
  • National
  • જાંબુઘોડા સ્થાપિત કરેલ શ્રીજીની કડાડેમમાં શ્રીજી વિસર્જન કરાયુ

જાંબુઘોડા સ્થાપિત કરેલ શ્રીજીની કડાડેમમાં શ્રીજી વિસર્જન કરાયુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાંબુઘોડામાં10 દિવસથી આતિથ્ય માણી રહેલા દુંદાળા દેવ દેવાધીદેવ ગણેશજીની ગુરુવારના રોજ ગણેશ યુવક મંડળો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બાદમા ધનપુરી ગામે આવેલા કડાડેમ ખાતે શ્રીજી વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

જાંબુઘોડામાં પાછલા 10 દિવસથી આતિથ્ય માણી રહેલા દુંદાળા દેવ દેવાધીદેવ ગણેશજીની આજરોજ બપોરના ગામના નવ જેટલા યુવક મંડળો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી તાલુકાના ધનપુરી ગામે આવેલા કડાડેમ ખાતે શ્રીજી વિસર્જન કરવામાં આવ્યુ હતુ. પ્રસંગે જાંબુઘોડા પીએસઆઇ મિલીન્દ્ર સિંદે દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જાંબુઘોડા ગામ સિવાય તાલુકામાં લગભગ તમામ ગામોમાં બે ત્રણ બે ત્રણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. જેઓ દ્વારા પણ ગુરુવારના રોજ શ્રીજીનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. તાલુકાના ખાંડીવાવના કકરોલીયા તળાવમાં બોડેલીના કેટલાક યુવક મંડળો દ્વારા શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

જયારે ખાંડીવાવ, ખોડસલ, મશાબાર, પીપીઆ જેવા ગામોના શ્રીજીનું પણ વિસર્જન કકરોલીયા તળાવામાં કરવામાં આવ્યુ હતુ. તાલુકામાં કોઇ અનિચ્છનિય બનાવ બને તેની ખાસ સાવચેતી રાખી તમામ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી કાયદો વ્યવસ્થા જાળવી બંદોબસ્ત ગોઠવ્યો હતો. અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી સવાર સમગ્ર ગામમાં ફરી કડાડેમ ખાતે લઇ જઇ વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

યુવક મંડળો દ્વારા શોભાયાત્રા કઢાઇ

જાંબુઘોડામાં નિકળેલી શ્રીજીની વૈભવી યાત્રા તસવીરકલ્પેશ પંચોલી

અન્ય સમાચારો પણ છે...