• Gujarati News
  • સતત વરસાદ છતાં કરોડ ડેમ હજુ ખાલી

સતત વરસાદ છતાં કરોડ ડેમ હજુ ખાલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
20 ઇંચ વરસાદ થાય તો ડેમ ભરાય

ઘોઘંબાતાલુકામાં વર્ષાની અનરાધાર બેટીંગ બાદ પણ ઘોઘંબા નજીક આવેલ કરોડ ડેમ પૂર્ણ રીતે ભરાયો નથી. અને તંત્રની બિનકાળજીને લઇને પ્રતિદિન આજે પણ ક્ષતિગ્રસ્ત દીવાલમાંથી ચારેક કયુસેક પાણી ડેમમાંથી વહી જાય છે. જેને મરામત કરવાની જરૂરિયાત વર્તાઇ હોવાનું જાણવા મળે છે. ઘોઘંબા નજીક આવેલ કરાડ ડેમમાં તાજેતરમાં તા.5 જુનના રોજ ડેમની રબ્બરની દિવાલ અને દરવાજાને નુકસાન થતા પ્રતિ સેંકન્ડે 25 કયુસેક પાણી છોડવામાં આવતુહતુ. દિવાલ અને દરવાજાના સમારકામ માટે નિષ્ણાંતોની ટુકડી બોલાવ્યા બાદ દરવાજાનું કામ કરાવવામાં આવ્યુ હતુ. જયારે દિવાલનું સમારકામ આજે પણ કરવામાં આવ્યુ નથી. પરિણામે 32 ઇંચ વરસાદ થયા બાદ પણ ડેમ તેના પૂર્ણ લેવલે ભરાયો નથી.અને નવુ પાણી આવ્યુ તેમાંથી પ્રતિદિન ચારેક કયુસેક પાણીનો વેડફાટ થાય છે.

કરાડે ડેમમાંથી નીકળતી કેનાલના પડેલા ગાબડા ખેડૂતોએ પોતાના ખર્ચે સમારકામ કરાવ્યુ હતું. લીકેજ થયેલ પાઇપો તસવીરમાં નજરે પડે છે. /સુરેન્દ્ર શાહ

કરાડ ડેમની ક્ષતિગ્રસ્ત દીવાલ તેમજ પાઇપ લીકેજ દૂર કરવાની કામગીરી

સમાર કામ માટે કોઇએ વિરોધ કર્યો નથી

કરાડેડેમમાંથી નિકળતી ડી1 કેનાલના 800 મીટર પર પડેલા ગાબડામાંથી અસહ્ય પાણી વહે છે. અને તેનું તંત્ર દ્વારા કરતા લોકફાળો કરી 15 હજારના ખર્ચે સમારકામ કરાવ્યુ છે. દિવાલના સમાર કામ માટે કોઇએ વિરોધ કર્યો નથી. > પ્રતાપભાઇપરમાર, દેવનીમુવાડીગ્રામ પંચાયતના સભ્ય

ધરતીપુત્રોને રડવાનો વારો આવશે

હજારોએકર જમીનમાં ડાંગરનું વાવેતર ખેડૂતોએ કરેલ છે. જો પાણી બાતલ વહી જશે તો આવનાર સમયમાં ડાંગરના પાકને પાણી આપવાનેા સમય થશે તો પાણી મળશે નહી અને આદિવાસી ધરતીપૂત્રોને રોવાનો વારો આવશે. તંત્ર ને ડેમ ખાલી કરી સમારકામ કરવું હતુ. > બચુભાઇપરમાર, ચેરમેનએપીએમસી ઘોઘંબા

સમસ્યા |ઘોઘંબાના કરોડ ડેમની ક્ષતિગ્રસ્ત દીવાલમાંથી ચારેક કયુ. પાણી વહી જાય છે