તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • ખાખરીયા પાસે રસ્તો ઓળંગી રહેલા ઇજાગ્રસ્ત દીપડાનું સારવાર બાદ મોત

ખાખરીયા પાસે રસ્તો ઓળંગી રહેલા ઇજાગ્રસ્ત દીપડાનું સારવાર બાદ મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલબોડેલી નજીક ખાખરીયા ગામના સીમાડે રસ્તો ઓળંગી રહેલા દીપડાને અજાણ્યા વાહને ટક્કર મારતાં માથા તથા જમણા પગે ગંભીર ઇજા પહેાંચતાં સારવાર માટે ખસેડ્યો હતો. જોકે વન વિભાગના કર્મચારીઓને દીપડાની હીલચાલ બંધ દેખાતાં દીપડાને ચેક કરતાં તે મૃત્યુ પામ્યો હતો.

હાલોલ બોડેલી નજીક ખાખરીયા ગામના સીમાડે રસ્તો ઓળંગી રહેલા દીપડાને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેને માથાના ભાગે તથા જમણા પગે ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર કરવા માટે વન વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. બુધવારે સવારે આનંદ વેટેનરી કોલેજમાં વધુ સારવાર માટે મોકલાયો હતો. જ્યાં તેની સારવાર એકસરે વગેરે રીપોર્ટ કરી સારવાર આપી આરામ અર્થે જાંબુઘેાડા અભ્યારણમાં મોકલવામાં આવ્યો હતો. જેને લઇને આવી રહેલા વન વન વિભાગના કર્મચારીઓને શિવરાજપુર પાસે દીપડાની હીલચાલ બંધ નજર આવતાં તેઓએ શિવરાજપુર વન વિભાગની કચેરીમાં વાહન ઉભું રાખી તપાસ કરતા દીપડો બેભાન જણાતાં તેઆએ ડો.પી.એફ.સોલંકીને બોલાવડાવી દીપડાને ચેક કરતાં દીપડો મૃત્યુ પામ્યો હતો. સમગ્ર બનાવમાં વન વિભાગની ભારે જહેમત બાદ ગુરુવારે મૃત્યુ પામેલા દીપડાને કડાડેમ ખાતે નાયબ વન સંરક્ષક ગોહીલ, શીવરાજપુર આરએફઓ વગેરેની ઉપસ્થિતિમાં મૃત દીપડાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

અત્રે નોંધનિય છે કે દીપડાને માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી તેને બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું. અને તેની જમણી આંખ પણ ખલાસ થઇ ગઇ હતી. આગળના જમણા પગે પણ ફ્રેકચર હતું.

ખાખરીયા પાસે અકસ્માતમાં ઘવાયેલા દિપડાના મોત બાદ તેના અંતિક સંસ્કાર કરવામાં આવ્યા હતા. }કલ્પેશ પંચોલી

માથા તથા પગે ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડ્યો હતો

અન્ય સમાચારો પણ છે...