• Gujarati News
  • હાલોલ પાસેની નર્મદા કેનાલમાં રસુલપુરાના યુવકને ફેંકી દીધો

હાલોલ પાસેની નર્મદા કેનાલમાં રસુલપુરાના યુવકને ફેંકી દીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલતાલુકાના સમધરપુરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બુધવારના રોજ સવારના સમયે અમદાવાદ નજીકના યુવકના પગ તારથી બાંધીને કેનાલમાં ફેંકી દેવાાયો હતો. જોકે સદનસીબે ડુબતા યુવકને રાહદારી વાહન ચાલકે દોરડાની મદદથી કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. અને ઘાયલ અવસ્થામાં યુવક રામેશરા ખાતે પહેાંચ્યો હતો. જયાં બનાવની જાણ થતા રામેશરા ખાતે ગ્રામજનો મોટીસંખ્યામાં એકઠા થઇ ગયા હતા. જ્યારે પોલીસને બનાવની જાણ થતા અંગે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના રસુલપુરા ગામનો અને સાણંદ ખાતે આવેલ નેનો કંપનીમાં ફરજ બજાવતો હિંમત અંબાલાલ વાઘેલાની વાતચીતમાં પ્રમાણે તેની ઓળખ બતાવી હતી. જે બુધવારે નર્મદાની મુખ્ય કેનાલમાં સમધરપુર નજીક ડુબતો હતો. ત્યારે તે સમયે ત્યાંથી પસાર થતી મહિલાઓએ એને જોઇ બુમાબુમ કરી હતી. જેથી એક રાહદારી વાહન ચાલકે ડુબતા યુવક હિંમતને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ નજીકથી દોરડુ લાવી યુવકને કેનાલમાંથી ડુબતો બચાવ્યો હતા. બાદમાં નજીકના રામેશરા ખાતે પહોંચાડ્યો હતો. જયારે બનાવ અંગે હિંમતને રૂબરૂમાં પુછતા તેને સાણંદના રસુલપુરનો હોવાનું જણાવ્યુ હતુ. અને તેને ઓઢવના એક બૂટલેગર સાથે અંગત દુશ્મની હોય તેને અમદાવાદ ખાતેથી ઉઠાવી તેઓની ઓફીસે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મુઢ માર માર્યા બાદ તેને ગાડીમાં નાંખી અહીં અજાણી જગ્યાએ પગે તાર વડે બાંધી મારી નાંખવાના ઇરાદાથી કેનાલમાં ફેંકી દેવાયો હતો. જોકે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો પ્રમાણેની કેફિયત તેણે જણાવી હતી. બનાવની જાણ રામેશરાના ગ્રામજનોને થતા મોટીસંખ્યામાં ગ્રામજનો તેને જોવા એકઠા થઇ ગયા હતા. જયારે હિંમતને જરુરી બસ ભાડાના રૂપિયા આપી હાલોલની બસમાં રવાના કરાયો હતો.

હાલોલ

નર્મદાની મુખ્ય કેનાલમાં ફેંકી દીધેલા યુવકને દોરડા વડે બચાવી લેવામાં આવ્યો હતો. } મકસુદમલીક

વાહનચાલકે દોરડાથી કેનાલમાંથી બહાર કાઢી બચાવી લીધો