તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલની VM સ્કુલમાં રજત જયંતિ મહોત્સવેે રેલી યોજાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલનીશ્રીમતી વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કુલને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓની એક રેલી યોજાઇ હતી. હાલોલની વી એમ શાહ ગુજરાતી સ્કુલની રજત જયંતી ઉજવણીના ભાગરુપે યોજાયેલ વિદ્યાર્થીઓની રેલીમાં શાળાના 2 હજાર ઉપરાંત બાળકો અને શિક્ષકગણમાં રેલીમાં જોડાયા હતા. રેલીનુ પ્રસ્થાન કરવા માટે શાળાના ટ્રસ્ટી મંડળના કનૈયાલાલ શાહ, માનદ મંત્રી સમીરભાઇ શાહ, શાળાના મુખ્ય શિક્ષક મૃગેન્દ્રસિંહ સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી રેલીએ કુચ કરી હતી. વિદ્યાર્થીઓની રેલી નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી સ્કુલ ખાતે પરત ફરી હતી. રેલીમાં શાળાના 25 વર્ષ દરમ્યાનની વિવિધ સિદ્ધિઓ વ્યકત કરતા બેનરો તથા શાળાના વિવિધ વિભાગના બાળકો દ્વારા વેશભુષા રેલીનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. રેલીને નિહાળવા ગ્રામજનો માર્ગ ઉપર મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા.

હાલોલની વી.એમ. સ્કુલમાં રજત જયંતિ મહોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓની રેલી યોજાઇ હતી. તસવીરમકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો