તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોમા નદીમાંથી ગેરકાયદે કરાતુ રેતી ખનન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલના અશોકકુમાર ઉર્ફે ગોપાલભાઇ સોમેશ્વર ઉપાધ્યાયે બાબતે રાજયના મુખ્યમંત્રી સહિત લાગતાવળગત અધિકારીઓને તા.4/10/2017ના રોજ લેખિત અરજ કરી હોવાને આજે એક મહિનો ને વીસ દિવસ થવા છતાં તત્વો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અરજદારે આપેલી લેખિત અરજીમાં જણાવ્યા મુજબ હજારો ટન રેતી રેતી ચોરોએ વેપલો કરી નાંખ્યો છે. જેમાં પાલીકાના સત્તાધિશો પણ આંખ આડા કાન કરે છે. ગોમા નદી કાલોલ તથા સામે કિનારે આવેલ જેતપુરના 50 ...અનુસંધાન પાના નં.2

50 ફુટ ઉંડુ ખોદાણ થઇ ગયુ છે

^છેલ્લા15 વર્ષ ઉપરાંતથી 50 હેકટર પટમાંથી રેતી ખનનો દ્વારા રેતીની ચોરી કરી સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડયુ છે. નદી કિનારે હિન્દુ સ્મશાન બનાવાયુ છે.50 ફુટ ઉંડુ ખોદાણ થઇ ગયુ છે. અગાઉ 2012માં રેતી ખનન કર્તાઓએ ખાણખનીજની ટીમ પર હુમલો પણ કર્યો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. >અશોકભાઇ ઉપાધ્યાય,સ્થાનિક

કડક કાર્યવાહી કરાશે

^આવાગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો સામે અગાઉ પણ કાર્યવાહી કરી છે. અને અત્યારે ગેરકાયદેસર રેતી તથા માટી ખનન અંગે અરજી મળી છે. તેના અનુસંધાને પણ તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.>એ.કે.સીંગ, ખાનખનીજ અધિકારી

અરજીને 1 માસ 20 દિવસ છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરતા ઉચ્ચકક્ષાએ રજુઆત

15 વર્ષથી પાસ પરમીટ વગર ગેરકાયદે થતા રેતીના વહન અને રેતી ભરેલી ટ્રકો સ્મશાનમાંથી આવ જા કરતાં રોષ

કાલોલ નજીક આવેલ ગોમા નદીમાંથી પાસ પરમીટ વગેર રેતી ઉલેચવાનું ચાલી રહયુ છે. તસવીરમકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...