તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલમાં રોડ અને ગટરની કામગીરી શરૂ કરાતાં તર્કવિર્તક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલનગર પાલિકા દ્વારા નવ વર્ષ અગાઉ રહીમ કોલોનીમાં રોડ અને ગટર બનાવવા કોન્ટ્રકટરને વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. બાદમા હાલ વિધાનસભાની ચૂંટણીઓના માહોલ વચ્ચે અચાનક કામગીરી હાથ ધરતા વિસ્તારમાં તર્કવિતર્ક સાથે કુતુહલ સર્જાયું છે.

હાલોલ નગરપાલિકાના વોર્ડ નં.5ના રહીશો પાયાની સુવિધાઓથી વર્ષોથી વંચિત રહેતા લોકો ત્રિહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે રસ્તા ગટરની સમસ્યા માટે વર્ષોથી રહીશોએ વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી. પરંતુ નવ નવ વર્ષના વિતી ગયા બાદ વિસ્તારના રહીશો નિરાશ થવા

...અનુસંધાન પાના નં.2

કાર્યવાહી કરવામાં આવશે

^રહીમકોલોની માં જુના પથ્થરો ઉખાડી રોડ અને ગટર નું કામ ચાલુ છે, જે બાબત મને કાઈ ખબર નથી તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.>અતુલ સિંહા,ચિફઓફિસરહાલોલ ન.પા

રજૂઆતકરવા છતાં કોઈ નિકાલ નથી

^અમારીકોલોનીમાં વર્ષોથી ગટરનો પ્રશ્ન છે, વારંવાર પાલિકા સહિત સભ્યોને રજુઆત કરવા છતાં કોઈ નિકાલ નથી, પરંતુ ચૂંટણીના સમયએ કામ ચાલુ થયું એની પાછળ કોઈ રાજકારણ હોઈ એવું લાગે છે.>ગુલશેરખાન પઠાણ,રહીશ

રહીમ કોલોનીમાં 9 વર્ષ અગાઉ વર્ક ઓર્ડર આપ્યો હતો

પાયાની સુવિધાઓથી વંચિત રહેતાં લોકો ત્રાહિમામ

હાલોલ રહીમ કોલોનીમાં નવ વર્ષ પછી ચુંટણી સમયે રોડ ગટરની કામગીરી શરુ થતા સ્થાનિક રહીશોમાં અનેક તર્કવિર્તક ઉઠયા છે.- મકસુદમલીક

અન્ય સમાચારો પણ છે...