તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હાલોલમાં આતંકી વાંદરો 2 દિ’ બાદ પાંજરે પુરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલમાં આતંકી વાંદરો 2 દિ’ બાદ પાંજરે પુરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલનાજુદાજુદા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી હુમલાખોર વાંદરાએ આતંક મચાવ્યો હતા. અને પાંચ વર્ષના બાળક સહિત 4 થી 5 લોકો ઉપર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા વિસ્તારમાં દહેશત અને ભયની લાગણી વચ્ચે રહીશોના જીવ તળેટીએ ચોંટી ગયા હતા.

હાલોલમાં હુમલાખોર વાંદરા અંગે રજુઆત વારંવાર નગર પાલીકા અને વન વિભાગને કરવા છતાં બનાવના ત્રીજા દિવસે આજે સફાળા જાગેલા તંત્રએ વાંદરાને પકડવા જુદીજુદી જગ્યાઓ ઉપર ત્રણ જેટલા પીંજરા મુકવામાં આવ્યા હતા. જેમાં ગુરુવારે મોડી સાંજે રાજાપુરી વિસ્તારમાં મુકેલ પીંજરામાં આતંકી વાંદરો પુરાઇ જતા વિસ્તારના લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. અને વાંદરાને જોવા મોટીસંખ્યામા લોકો ટોળે વળ્યા હતા. રહીમ કોલોનીમાં સુધરાબીબી મિસ્ત્રી, રાજાપુરામાં રહેતા લલીતભાઇ પરમાર અને સકીલ યાસીન પઠાણ રહે. ખોખર ફળીયામાં આતંકી વાંદરાએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા ત્રણેવ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.

બીજી તરફ આતંકી વાંદરાના દહેશત અને ભયને પગલે રહીશોએ પાલીકા અને વન વિભાગને છેલ્લા ત્રણ દિવસથી વાંદરાને પકડવા રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતા વિસ્તારના રહીશોએ હાથમાં ડંડા, લાકડીઓ લઇ રખેવાળી કરવાનો વારો આવ્યો હતો. ત્યારે સફાળા જાગેલા વન વિભાગ દ્વારા આજે ગુરુવારના રોજ સવારથી આતંકી વાંદરાને પકડવા માટે ત્રણ જગ્યા પર પીંજરા મુકી દેવામાં આવ્યા હતા.

જેમાં મોડી સાંજે રાજાપુરા ખાતે મુકેલ પીંજરામાં કેળા ખાવાની લાલચમાં આતંકી વાંદરો પીંજરામાં આવતા દરવાજો બંધ કરી દેતા પીંજરે પુરાઇ ગયો હતો. આતંકી વાંદરો પીંજરે પુરાયાની જાણ સ્થાનિક લોકો મોટીસંખ્યામાં ટોળે વળ્યા હતા.

હાલોલમાં છેલ્લા બે દિવસથી આતંક મચાવનાર વાંદરો આખરે પાંજરે પુરાતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. તસવીરમકસુદ મલીક

બાળક સહિત 5 પર હુમલો કર્યો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો