તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવાગઢમાં બસ બંધ કરાતાં અફરાતફરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવાગઢખાતે અવિરત ચાલતા વિસામાએથી વ્યસન મુકિત રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા વેળા મુખ્યમંત્રી વિજય રૂપાણીના માત્ર એક કલાકના રોકાણમાં એસટી તંત્ર દ્વારા બસ સેવા બંધ કરી દેતાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. રવિવારની રજામાં માતાજીનાદર્શન માટે આવેલા હજારો યાત્રાળુઓ અટવાઇ ગયા હતાં. વહેલી સવારથી પાવાગઢ પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાઇ ગયુ હતુ. પોલીસે એસટી બસો પણ બંધ કરાવી દેતા યાત્રાળુઓને પાવાગઢ બસ સ્ટેન્ડથી માંચી સુધી પગે ચાલીને જવુ પડયુ હતુ. બપોરે મુખ્યમંત્રી ગયા બાદ રાબેતા મુજબ વ્યવહાર ચાલુ થયો હતો. આજે પાવાગઢ ખાતે વ્યસન મુકિત રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમનો વિરોધ કરી રહેલા હાલોલના કોંગ્રેસના 40 તથા જાંબુઘોડાના 80 કાર્યકરોની અટક કર્યા હતાં. માજી કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાની ડુમાથી વહેલી સવારે અટકાયત કરી હતી.

બસો બંધ કરાવી દેવાતા અટવાયા હતા

^વડોદરાથીહું મારા પરિવાર સાથે રજા હોવાથી પાવાગઢ આવ્યો હતો. પરંતુ કોઇપણ જાણકારી આપ્યા વિના બસો બંધ કરાતા અટાવાયા હતાં. બસ સેવા બંધ રહેતો તેવુ જણાવ્યુ હોત તો લોકો મુશ્કેલીઓથી બચી શકયા હોત. >પરેશ ભાઇજોષી, યાત્રાળુવડોદરા

મુસાફરોમાં આક્રોશ ફેલાયો

^વહેલી સવારે પાવાગઢ પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા. માંચી જતી બસમાં બેઠા બાદ કલાકો સુધી બસ ના ઉપડતા બસના તમામ મુસાફરોમાં આક્રોશ વ્યાપ્યો હતો. કાર્યક્રમની અગાઉથી જાહેરાત કરાઇ હોત તો પાવાગઢ આવ્યા હોત. >બાબુભાઇ પટેલ,અમદાવાદનાયાત્રાળુ

ટ્રાફીક થાય તે માટે બસો થોભાવી દીધી

^આજેમાંચી નજીક વિરાસત ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી કાર ધ્વારા મુખ્યમંત્રી જવાના હોવાથી ટ્રાફીક અડચણ થાય તે માટે બે કલાક સુધી તળેટીથી માંચી જતી અને આવતી એસટી બસો પાવાગઢ ડેપોમાં થંભાવી દીધી હતી. >એ.એફ.દિનાલ, એટીઆઇ હાલોલ બસ ડેપો

દર્શન કરવા આવ્યા પરંતુ હેરાન થઇ ગયા

^વહીવટીતંત્રએ મુખ્યમંત્રીનાકાર્યક્રમની અગાઉથી જાણ કરી હોત અને એસટી તથા ખાનગી વાહનો બંધ કરવાશે તેવી જાણ કરી આપી હોત તો અમારા જેવા યાત્રાળુઆ આવ્યા હોત. આજે અમે પાવાગઢ દર્શન કરવા આવ્યા છીએ પરંતુ હેરાન પરેશાન થઇ ગયા છીએ. > જજ્ઞેશસવાણી, યાત્રાળુસુરત

મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરી રહેલા હાલોલના 40 તથા જાંબુઘોડાના 80 કોંગ્રેસના કાર્યકરોની અટક કરી

વ્યસન મુક્તિ રથને પ્રસ્થાન કરાવવા આવેલા મુખ્યમંત્રીના આગમન ટાણે હજારો યાત્રાળુઓ અટવાયાં

પાવાગઢમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇને એસટી બસો બંધ કરાતા દર્શનાર્થે આવેલા યાત્રાળુઓનેે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.તસવીર મકસુદમલીક

અન્ય સમાચારો પણ છે...