• Gujarati News
  • પાવાગઢથી મળેલા મૃતદેહનું સ્થળ પર પીએમ કરાયું

પાવાગઢથી મળેલા મૃતદેહનું સ્થળ પર પીએમ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવાગઢથી મળેલા મૃતદેહનું સ્થળ પર પીએમ કરાયું

યુવકના મોત અંગેનું રહસ્ય અકબંધ



પાવાગાઢયાત્રાધામેથી જુદાજુદા સ્થળેથી મળી આવેલ બીનવારસી લાશ અને બીન વારસી પલ્સર બાઇક અંગેના રહસ્ય અકબંધ રહ્યુ છે. હાલ પોલીસે પેનલ તબીબ દ્વારા પીએમ કરાવી તેઓની અંતિમ વિધિ કરી હતી. બીજી તરફ બાઇકના એન્જીન નંબર અને ચેચીસ નંબરના આધારે તપાસ હાથ ધરી હતી.

પાવાગાઢથી જુદાજુદા સ્થળેથી મળી આવેલ બીનવારસી લાશ અને બીન વારસી પલ્સર બાઇક અંગે રહસ્યો તો ત્યાંનું ત્યાં ઉભુ છે. અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પોલીસ એકશનમાં આવેલી હતી. અને મૃતદેહનું પેનલ તબીબ દ્વારા ઘટના સ્થળે પીએમ કરાવી અંતિમ વિધિ કરીને તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાન 30 વર્ષનો હોવાનું અનુમાન છે. બીનવારસી પલ્સર બાઇકને ઇપીકો 102 મુજબ કબજે લઇ એન્જીન નંબર અને ચેચીસ નંબરના આધારે આગળની તપાસ હાથ ધરી હેાવાનું જાણવા મળેછે. જોકે પાસીંગ નંબર લાગેલ હોવાથી બાઇકના મુળ માલીક સુધી પોલીસને પહેાંચવામાં અવરોધ ઉભો થાય તેમ લાગી રહ્યુ છે.છે.