તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરોડોની ફળવાયેલી ગ્રાન્ટમાં ગેરરીતીના આક્ષેપ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલનગરપાલિકાના છેલ્લા દસ વર્ષથી કરોડોની ફળવાયેલી ગ્રાન્ટમાં ગેરરીતી કરાઇ હોવાની બૂમ ઉઠી છે. તેની તપાસ અને પોલ ખુલ્લી પાડવા જાગુત નાગરિક દ્રારા રજૂઆત કરાઇ છે. જો અન્યથા ન્યાય નહી મળે તો હાઇકોર્ટેનુ શરણુ લેતા અચકાશે નહિ તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.

હાલોલની પંચવટી સોસાયટીમાં રહેતા અને ભાજપના કાર્યકર સુનિલકુમાર પરીખ છે. તેઓના પત્નિ પણ પાલિકામાં ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયા હતા. તેમ છતાં છેલ્લા ઘણા વર્ષોથી પાલિકામાં વિવીધ કામોમાં ગેરરીતી આચરાઇ હોવાની આક્ષેપ સાથે કલેકટરને ફરિયાદ કરાઇ રહી છે. યુડીપી ગ્રાન્ટ , ડુપ્લીકેટ કામો, આમ મળીને અંદાજીત એક કરોડનુ કૌભાંડ અચરાઇ રહ્યાનુ તેઓ જણાવી રહ્યા છે. ગત જનાન્યુઆરીમાં ફરિયાદ કર્યા હતા ફાયર સ્ટેશનમાં 27 લાખ અંગે પણ ફરીયાદ કરાઇ હતી. હાલોલ ગામ તળાવને ઉંડુ કરવાની કામગીરી એક રકરોડ બાવીસ લાખની એપ્રિલ માસમાં ફરિયાદ કરાઇ હતી.

તેઓએ કલેકટરને જુદીજુદી યોજના સાથે તારીખે પુરાવા સાથે યોજનામાં આચરાતી ગેરરિતી અંગે પર્દાફાશ કરાયો છે. સરકારની જોગવાઇઓ તેમજ ગ્રાન્ટના નિયમોની સરેઆમભંગ કરી નગરજનોના ટેક્ષના નાણાની ગેરરિતિ કર્યા છતાં રજૂઆત બાદ કલેકટર હુકમ તપાસનો કરતા નથી તેવો આક્ષેપ કરી રહ્યા છે. ગત તા. એપ્રિલમાં યોજાયેલ લોકસંવાદ સેતુ કાર્યક્રમાં પ્રકારની રજુઆત અરજદાર દ્રારા કરાઇ હતી. તેમ છતાં આજદદિન સુધી કાઇ ન્યાય નહી મળતા નારાજગી છવાઇ છે. ત્યારે પ્રજામાં પણ અનેક પ્રશ્રો સર્જાઇ રહ્યા છે.

ન્યાય મળે તો હાઇકોર્ટેનુ શરણુ લેશે

તપાસ-પોલ ખુલ્લી પાડવા રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો