તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Halol
 • પ્રા. શિક્ષણ જાગૃતિ સમિતિ પંચ. દ્વારા મામલતદારને આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રા. શિક્ષણ જાગૃતિ સમિતિ પંચ. દ્વારા મામલતદારને આવેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાથમિકશિક્ષણ જાગૃતિ સમિતિ પંચમહાલ, હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના 145 ગામોમાં પ્રાથમિક શિક્ષણની જાગૃતિ માટે શાળા, એસએમસી, શિક્ષણમાં રસ ધરાવતા સ્થાનિક યુવાનો, મહિલાઓ, બાળકો સાથે કાર્ય કરી રહી છે.

પ્રાથમિક શિક્ષણ જાગૃતિ સમિતિની રચના તા.15/2/2016ના રોજ કરેલ છે. સમિતિનું મુખ્ય કાર્ય સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણના અધિકાર કાયદા 2009નું સુવ્યવસ્થિત અમલીકરણ થાય તે હેતુથી શિક્ષણમાં રસ ધરાવતા સ્થાનિક લોકોમાં જાગૃતતા ઉભી કરી શાળા, એસએસસી અને વાલીઓ વચ્ચે સેતુ બનીને કાર્ય કરી તેમજ શાળામાં શિક્ષણના અધિકાર કાયદા અન્વયે સુવિધાઓનો અભાવ સાથે સબંધિત સરકારી વિભાગના અધીકારીઓ સાથે સંકલન કરી સ્થાનિક શાળાઓના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્ન કરે છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો નિયમિત શાળાએ જાય અને સ્વાદિષ્ઠ તેમજ પોષકયુત આહાર માળે તે હેતુથી મધ્યાહન ભોજન યોજના અમલી બની રહી છે.મધ્યાહન ભોજનને કારણે બાળકો નિયમિત શાળાએ આવે છે. પરંતુ જાંબુઘોડા તાલુકાની અમુક સકારી પ્રાથમિક શાળાઓમાં સરકારે નકિક કરેલ મેનુ મુજબ જમવાનું આપતુ નથી. શાળાઓમાં બાળક દીઠ નકિક કરેલ જથ્થા કરતા ઓછુ આપે છે. શાળાઓમાં બાળકોને સરકાર તરફથી જમવા માટે થાળીઓ આપેલ હોવા છતાં અમુક શાળાઓમાં બાળકોને થાળીઓ આપી નથી. જેવા મુદ્દાઓને લઇ જાંબુઘોડા મામલતદારને પ્રાથમિક શિક્ષણ જાગૃતિ સમિતિના એજયુકેશન લીડરોએ ભેગા મળીને આવેદન આપ્યુ હતુ.

બાળકો નિયમિત શાળાએ આવે છે

પ્રા. શિક્ષણની જાગૃતિ માટે કાર્ય કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો