કાળીભોઇ પાસે વિદેશી દારૂ સાથે કાર ઝડપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલપાવાગઢ રોડ પર કાળીભોઇ નજીક સવારે મળસ્કે ચોકકસ બાતમી આધારે બોડેલી તરફથી વિદેશીદારુનો જથ્થો ભરી વડોદરા તરફ જતી બોલેરો પીકઅપ વાન ઝડપી પાડી હતી. જેમાં તપાસ કરતા વિદેશીદારુની 44 પેટી બોટલ નંગ 2112 કિ.રૂ.1,68,960નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 6.68 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ગત રાત્રે હાલોલ પીઆઇ રાઠોડ, દિગ્પાલસિંહ, મહેન્દ્રસિંહ સહિતના નાઇટ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મોડી રાત્રે બાતમી મળેલ કે સફેદ કલરની મહેન્દ્રા પીકઅપવાન બોડેલી તરફથી વિદેશી દારુનો જથ્થો ભરી વડોદરા તરફ આવી રહી છે. જે બાતમીને લઇ પાવાગઢ રોડ કાળીભોઇ અને જયોતિ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન સવારે પાંચ વાગ્યાના અરસામાં બાતમીવાળી જીપ આવી પહોંચી હતી. જીપનો ચાલક આગળ ઉભેલી પોલીસને જોતા ચાલક જીપ દુર ઉભી કરી ભાગી છુટયો હતો. પોલીસે જીપની પાછળના ભાગે તપાસ કરતા ટાટપટ્ટી નીચે છુપાવેલો વિદેશીદારુની 40 પેટીઓ મળી આવી હતી. જેની બજાર કિમત રૂ.1,68,960 સહિત પાચ લાખની જીપ મળી 6.68 લાખનો મુદામાલ જપ્ત કરી જીપના માલીક વિરુદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી ભાગી છુટેલા જીપ ચાલકની તપાસ હાથ ધરી છે.

હાલોલના કાળીભોઇ પાસેથી પોલીસે વિદેશીદારુની 44 પેટી ભરેલી ગાડી ઝડપી પાડીહતી.}મકસુદ મલીક

હાલોલ-પાવાગઢ રોડ પર ઓપરેશન

પોલીસે ~ 6.68 લાખનો મુદામાલ જપ્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...