હાલોલમા રખડતી ગાયોનો ત્રાસ વધ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલશહેરમા ઠેરઠેર રખડતા ઢોરોના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. છતા નગર પાલીકા સતાધીશોનુ પેટનું પાણી હાલતુ નથી. આજ રોજ સાજે બસ સ્ટેન્ડ વિસ્તારમાં એકાએક 40 થી 50 ગાયોનું ટોળુ આવી રોડ ઉપર અડીગા જમાવતા ટ્રાફીકજામ સહિત અફડા તફડી મચી જવા પામી હતી. બીજી તરફ રખડતા ઢોરો દ્વારા ખેડૂતો ધ્વારા હાલોલ ધારાસભ્ય અને રાજયના માર્ગમંત્રી જયદ્રથસિંહ પરમારને રજુઆત કરાઇ છે. વર્ષો પહેલા મંદિર ફળીયા નજીક પાલીકાનો ઢોર ડબ્બો હતો જયાં પાલીકા દ્વારા શોપીગ સેન્ટર બનાવી દેતા હવે રખડતા ઢોરો પકડીને પુરવા કયા તે પ્રશ્નને લઇ પાલીકા રખડતા ઢોર પકડવાનું ટાળતા હોવાનું જણાઇ રહયુ છે. તાજેતરમાં વડોદરામા ગાયએ શીંગડુ મારતા બે નિર્દોશના મોત નીપજયા હતા. હાલોલમાં પણ આવો બનાવ બને તેની પાલીકા ધ્વાર તકેદારી રાખે તે જરુરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...