હાલોલ - કાલોલમાંથી 6 જુગારિયાઓ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલનાઅરાદ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં પત્તા જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી જેથી હાલોલ પોલીસે છાપો માર્યો હતો દરમ્યાન નિલેશ ઉર્ફે કારીયો ભૂપત પરમાર , ભાવેશ મારવાડી, કરણ રામા લુહાર પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે ત્રણેય આરોપીની જડતી કરતા તેમના ખીસ્સામાથી રુા. 3800 મળી આવ્યા હતા. જ્યારે દાવ ઉપર લગાવેલા 4200 સહિત 8000 મુદામાલ કબજે લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જયારે કાલોલના મલાવ ગામે ખુલ્લામાં હારજીતનો જુગાર રમતાં રાજુભાઇ ઓડ , મિથુન ઉર્ફે ગોપાલભાઇ બારીયા તથા પુતાભાઇ નાઓને પોલીસે રેઇડ પાડીને પકડી પાડયા હતા. પોલીસે રોકડા તથા જુગારના મુદ્દામાલ કબજે કરીને તેઓની વિરુદ્દ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને કાર્યવાહી કરી હતી.

8 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

અન્ય સમાચારો પણ છે...