તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલમાં શાંતિ સમિતિની બેઠક મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલમાંગણેશ મહોત્સવ અને આવનાર બકરી ઇદના પર્વને લઇ હાલોલના એપીએમસી હોલ ખાતે હાલોલ પીઆઇ પી.આર.રાઠોડની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં પંચમહાલ જીલ્લા ભાજપા મહામંત્રી ગોપાલભાઇ શેઠ, પાલીકા પ્રમુખ દિપ્તીબેન પટેલ, ઉપપ્રમુખ સુભાષભાઇ પરમાર તેમજ નગરના મુસ્લીમ સમાજના અગ્રણીઓ તથા ગણેશ મંડળના યુવાનો ઉપસ્થિત રહયા હતા. બેઠકમાં પીઆઇ રાઠોડે જણાવ્યુ હતુ કે, હાલોલ ઉત્સવ નગરી છે, ગણેશ મહોત્સવ અને બકરી ઇદ એક સાથે મળી તહેવારની ઉજવણી આનંદ મેળવે તેવુ તંત્ર ઇચ્છી રહયુ છે. બંને તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસને સહકાર આપવા વિનંતી કરાઇ છે. તહેવારો દરમ્યાન કોઇ અસામાજીક તત્વો સામે કડક હાથે કમગીરી કરવામાં આવશે

હાલોલમાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. તસવીરમકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો