તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલમાં છકડામાં બેસનાર યુવતિને ચાલકે લાફા ઠોકી દીધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલમાંગેરકાયદેસર મુસાફરોનુ વહન કરતા છકડા ચાલકો પૈકી કેટલાકની બેફામ દાદાગીરીનો ભોગ ગ્રામ્ય પ્રજા બની રહી છે.

હાલોલ બસ સ્ટેન્ડ પાસે પાવાગઢ રોડ તરફ છકડા રિકશા ચાલક ગાજો ઉર્ફે ગાજલી બનાવના દિવસે છકડો લઇને ઉભા હતા. ત્યારે ફરીયાદી જયોતીબેન પ્રવીણભાઇ ચૌહાણ (ઉવ.18) પોતાની બહેનપણી સોનુબેન સાથે જીઆઇડીસીમાં પગે ચાલીને નોકરી જતી હતી. ત્યારે છકડા ચાલકે જયોતીબેનને પોતાના છકડામાં બેસી જવા કહેતા જયોતીબેને પોતાના છકડામા નથી બેસવુ અમો ચાલક જઇએ છીએ તેમ કહેતા છકડા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો. અને જયોતીબને સરેઆમ બે ચાર લાફા ગાલમા઼ મારી દીધા હતા. જેથી જયોતીબેન તમ્મર ખાઇને નીચે બેસી ગયા હતા. લોકટોળુ ભેગુ થતા છકડા ચાલક ભાગી ગયો હતો. બનાવની જાણ પરીવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સ્થાનીક ડોકટર પાસે લઇ ગયા હતા. જેમાં નિદાન થયુ હતુ કે જયોતીબેનનો કાનનો પડદો ચીરાઇ ગયો છે. તેની વડોદરા લઇ જવા પડશે. જેથી સારવાર માટે વડોદરા લઇ ગયા હતા. પ્રવિણસિંહ ચૌહાણ (ઉવ.18, રહે.સુલતાનપુરા,)એ છાકડા ચાલક ગજો ઉર્ફે ગાજલી છકડા રીકશાના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોધાવતા પોલીસે છકડા ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

પોતાના છકડામાં બેસીએ આવતા મુસાફર હોય કે જવા માટે બસતા મુસાફર હોય કે નહી બેસવા માગતા મુસાફર હોઇ કોઇને કોઇને છકડા ચાલક બસ સ્ટેન્ડ સામે જાહેરમાં ફટકારતો હતો. તમાચા મારતો હતો. છતાં સ્થાનિક ટ્રાફિક પોલીસ શુદ્ધા તેની સામે કોઇ પગલા ભરતી હતી. માત્ર મુંગે મોઢે તમાશો જોતી હતી. છકડાવાળાના કાળો કેર જોઇ લોકોમાં આક્રોશ જરુર જોવા મળતો તો. પર઼તુ તેની સામે ફરીયાદ કરવાની કોઇ હીમત કરતુ હતુ.

મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો