• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • હાલોલની શ્રી જનતા સહકારી બેંક લિ.ના હોદ્દેદારો બિનહરીફ

હાલોલની શ્રી જનતા સહકારી બેંક લિ.ના હોદ્દેદારો બિનહરીફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલનીશ્રી જનતા સહકારી બેંક લી.ના સને 2017થી 2002 એમ પાંચ વર્ષથી મુદત માટેના હોદેદારોની નિમણુંક બિનહરિફ સર્વાનુમતે કરવામાં આવી હતી. જેનાથી સભાસદોમાં આનંદની લાગણી વ્યાપી હતી. અગાઉ બેંકની વ્યવસ્થાપક સમિતિની 2017થી 2022 એમ પાંચ વર્ષની મુદત માટેની યોજાયેલી ચુંટણી પણ બિનહરીફ થવા પામી હતી.

નવા બિનહરિફ ચુંટાયેલા હોદારોમાં બેંકના ચેરમેન તરીકે રાજનકુમાર ફોગટલાલ શાહ, એમડી તરીકે અશોકકુમાર મગનલાલ શાહ અને વા.ચેરમેન તરીકે સતીશકુમાર ગોરધનલાલ શાહનો સમાવેશ થાય છે. તમામ હોદેદારોને સભાસદોએ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા. પહેલા બેંકની 37મી વાર્ષિક સાધારણ સમા શ્રી ઝારોલા વણિક સમાજ પંચની વાડીમાંમળી હતી. જેમાં બેંકના એમડીએ બેંકનો વાર્ષિક અહેવાલ રજુ કરતા બેંકની ઝહળતી પ્રગતિની ઝલક રજુ કરી હતી.

જેમાં મુખ્યત્વે બેંક દ્વારા 12 ટકા ડિવીડન્ટ જાહેર કરાયુ હતુ. બેંક દ્વારા તમામ સભાસદોને અકસ્માત મોતનો વિમો લેવામાં આવે છે. જેમાં મૃત્ય પામનાર સભાસદને રૂ.2.50 લાખ વિમા કંપની દ્વારા ચુકવવામાં આવે છે.

મૃત્ય પામનાર સભાસદને 2.50 લાખ ચૂકવાય છે

બેંક દ્વારા 12 ટકા ડિવિડન્ડ જાહેર કરાયંુ હતું

અન્ય સમાચારો પણ છે...