વૃદ્ધના ખાતામાંથી ભેજાબાજે ~55 હજાર ઉપાડી લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુળબિહારના અને હાલોલમાં કિશોરનગરમાં રહેતા અબ્દુલ બારીનીઝામુદીન શેખે તા.25 ના રોજ બપોરના મોબાઇલ નંબર 9709737799 ફોન આવ્યો હતો. તેને જણાવ્યુ હતુ કે હું બેંકનો કર્મચારી છુ અનેતમારા એટીએમનો પાસવર્ડ માને આઇડેન્ટીફાઇડ માટે જોઇએ છે. બેંક કર્મચારી હોવાનો વિશ્વાસ કેળવી ઇસમે પાસવર્ડ મેળવી લીધો હતો. વૃદ્ધે તમામ માહિતી આપી દીધી હતી. જેથી બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટ નંબર અને એટીએમના પાસવર્ડ આપી દીધા હતા. ભેજાબાજે તમામ માહિતી મેળી લીધા બાદ બેંક ઓફ બરોડાના ખાતામાંથી 49999 તથા એસબીઆઇના ઓન લાઇન ટ્રાન્જેકશનમાં 4900 ઉપાડી લીધા હતા. ત્યાર બાદ પોતાના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયાની જાણ અબ્દુલને થતા તેઓ ચોંકી બેંકમાં જાણ કરી હતી. ત્યાર બાદ હાલોલ પોલીસ મથકે અજાણ્યા ભેજાબાજ વિરુદ્ધ ફરીયાદ કરી હતી.

હાલોલમાં છેતરપિંડીનાે બનાવ

અન્ય સમાચારો પણ છે...